લાઇફ કા ફન્ડાઃભગવાન શોધવા છે

04 December, 2020 01:39 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડાઃભગવાન શોધવા છે

એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા છે. ભગવાનને જાણવા છે, તેમની અનુભૂતિ કરવી છે.’
ગુરુજી બોલ્યા, ‘વત્સ, ભગવાન ગહન છે, તેમને શોધવા કઈ સરળ નથી, પરંતુ જો...’
હજી ગુરુજી આગળ કંઈક કહે એ પહેલાં યુવાન બોલ્યો, ‘ગુરુજી, ભલે ભગવાન ઘન હોય, તેમનો પાર પામવો અને સમજવો અઘરો હોય, પણ હું તમે કહેશો એ બધું જ કરવા તૈયાર છું. મને જણાવો, હું બધું કરીશ, કારણ કે મારે ભગવાનને શોધવા જ છે.’
ગુરુજીને થયું કે આ યુવાન સમજાવવાથી નહીં સમજે. ગુરુજીએ વ્રત, પ્રાર્થના, ધ્યાન, પૂજા-અર્ચનાના અઘરા નિયમો સમજાવ્યા અને પાલન કરવા કહ્યું. યુવાન ગુરુજીએ કહ્યું એમ કરવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો, પણ ભગવાનની કોઈ અનુભૂતિ થઈ નહીં. આખરે તેની ધીરજ ખૂટી.
ફરી એક દિવસ યુવાન ગુરુજીની પાસે ગયો અને પૂછ્યું, ‘ગુરુજી, આપે કહ્યું એ બધી રીતે ભગવાનને ભજવાની અને ભગવાનનું નામ લેવાની, ધ્યાન કરવાના નિયમોનું પાલન કરું છું. ક્યારેય ચૂકતો નથી, કોઈ નિયમ તોડતો નથી તેમ છતાં, મને તો ભગવાન ક્યાં છે, કેવા છે, ક્યારેય સમજાતા નથી, ક્યારેય કોઈ અનુભૂતિ થતી નથી. આવું કેમ થાય છે ?’
ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘ચલ યુવાન, આજે મારી સાથે તળાવને કિનારે. તું પહેલા દિવસે આવ્યો ત્યારે હું તને તળાવના કિનારે લઈ જવાનો હતો, પણ હજી હું આગળ બોલું એ પહેલાં જ તે મારી વાત કાપી નાખી હતી; યાદ છે. ચાલ આજે તને સમજાવું.’
ગુરુજી યુવાનની સાથે તળાવને કિનારે આવ્યા. થોડી લટાર મારી, પછી માછલીઓને લોટની લાડુડી ખવડાવવા લાગ્યા. કિનારે માછલીઓનું ઝૂંડ લોટ ખાવા આવતું અને વળી તળાવમાં અંદર જતું રહેતું. ગુરુજીએ યુવાનને કહ્યું, ‘યુવાન, આ લોટની લાડુડી ખાધા બાદ માછલીઓને તરસ લાગે તો તેઓ પાણી કેવી રીતે શોધે ?’
યુવાન હસ્યો અને બોલ્યો, ‘ગુરુજી, માછલીની તો આજુબાજુ બધે જ પાણી છે, તેણે પાણી શોધવા જવાની ક્યાં જરૂર છે.’
હવે ગુરુજી બોલ્યા, ‘યુવાન સાંભળ; મારી વાત પૂરી સમજજે. વચ્ચેથી ન કાપતો. ભગવાનને શોધવા એ તરસી માછલી પાણી શોધવા નીકળે એવું કામ છે. તરસી માછલીને પાણી જોઈએ છે જે એની ચારેબાજુ છે, એને શોધવા જવાની જરૂર જ નથી; પણ એની તેને ખબર નથી. બરાબર આ માછલીની જેમ ભગવાનને શોધવાની, ભગવાનને મેળવવાની તરસ આપણામાં છે, પણ ભગવાન આપણી ચારેબાજુ સતત છે એની આપણને ખબર નથી એટલે આપણે ભગવાનને શોધતા ફરીએ છીએ. જાણતા નથી, સમજતા નથી કે

heta bhushan columnists