ડી-કંપની બીબીએમ પર - (અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા)

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Vivek Agarwal

ડી-કંપની બીબીએમ પર - (અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા)

પ્રતીકાત્મક તસવીર

બધા કહે છે કે ડી-કંપની બધાથી નિરાળી છે.

સંપર્કમાં રહેવા માટે ડી-કંપની હંમેશાં અવનવી રીત અપનાવતી રહે છે.

સામાન્ય રીતે ડી-કંપની ટેક્નૉલૉજીમાં એટલી આગળ ચાલે છે કે ગુપ્તચર એજન્સીઓ પણ પાછળ રહી જતી.

૨૦૧૨માં એક સમાચાર આવ્યા કે ડી-કંપનીએ એવી સંપર્ક સેવાનો ઉપયોગ કર્યો હતો જેને હૅક પણ ન કરી શકાય કે ન તો કોઈ દ્વારા એની માહિતી મેળવી શકાય.

ડી-કંપનીએ એવા-એવા કીમિયા કર્યા કે કોઈ પણ મોઢામાં આંગળા નાખી જાય.

એક સમયે તો ડી-કંપની વિશે એવી માહિતી મળી કે ગૅન્ગના સભ્યો એકબીજાના સંપર્કમાં રહેવા માટે બીબીએમ એટલે કે બ્લૅકબેરી મેસેન્જર સર્વિસનો ઉપયોગ કરે છે.

ગુપ્તચર ખાતાના અધિકારીઓને જ્યારે જાણ થઈ કે ડી-કંપનીના કેટલાક ખાસ સભ્યોએ બીબીએમનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા. તેઓ જાણતા હતા કે સહેલાઈથી હૅક ન થવા માટે અને ગુપ્તતા માટે આ સર્વિસની ભરોસાપાત્રતાને કારણે જ ગૅન્ગ એનો ઉપયોગ કરે છે. એવી પણ જાણકારી મળી કે કરાચીમાં ચાલી રહેલાં તમામ બીબીએમ ડી-કંપનીએ પાકિસ્તાનમાંથી નહોતાં મેળવ્યાં. એ માટે પાડોશી દેશોની બીબીએમ સર્વિસનો ઉપયોગ કર્યો જેથી ભારતથી આ સેવાઓનો કરાચી અને ઇસ્લામાબાદ વચ્ચે વધુ ઉપયોગ થયો હોવાની માહિતી ઇલેક્ટ્રૉનિક જાસૂસી થકી પ્રાપ્ત ન થઈ શકે.

શખસે જાણકારી આપીને ઊંડો શ્વાસ લીધો :

લોકો ચાહે ગમે તે બોલે, ગૅન્ગવૉરમાં વર્ચસ્વ તેનું જ રહેશે જેની પાસે તેજ દિમાગવાળો અને સારા કામવાળો નવો-નવો સામાન હશે. ના, ના, સામાન એટલે હથિયાર નહીં, ફોન વગેરે.

vivek agarwal columnists