સંબંધીઓની દેખરેખ: અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

02 February, 2020 02:15 PM IST  |  Mumbai | Vivek Agarwal

સંબંધીઓની દેખરેખ: અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

પ્રતીકાત્મક તસવીર

દાઉદ કોઈના પર વિશ્વાસ નથી મૂકતો, કોઈના પર નહીં.

સાથીઓ-વિશ્વાસુઓ પર પણ નહીં.

પોતાના નજીકનાં સગાંસંબંધીઓ પર પણ નહીં. એથી જ તો તે આજે પણ નંબર-વન છે.

ગુપ્ત સૂત્રો પાસેથી ૨૦૧૨માં માહિતી મળી કે ડી-કંપની સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એ સૌ સગાંસંબંધીઓના ફોન-નંબરની દેખરેખની અત્યંત ખાસ અને ગુપ્ત વ્યવસ્થા દાઉદે કરી છે. આ દેખરેખ ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશમાં એકસાથે થઈ રહી હતી.

જાણકારી મળી કે દાઉદે ક્યારેક જ સંપર્ક થતો રહેતો હોય એવા સંબંધીઓની પણ ઇલેક્ટ્રૉનિક જાસૂસીની ગોઠવણ કરી હતી. મીડિયામાં લીક થતા સમાચારો અને પોલીસ-ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચતી જાણકારીના સ્રોતો જાણવા માટે દાઉદે આ વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળે છે.

એ પણ જાણવા મળ્યું કે જાસૂસીના આ કામમાં તેની મદદ કરનારા કેટલાક બાહોશ હૅકર છે, જેઓ મુંબઈની આસપાસ રહીને આખું કામ કરે છે. આ હૅકર્સનું કામ માહિતી મેળવીને કરાચીમાં રહેતા દાઉદ સુધી એ પહોંચાડવાનું છે. આ માહિતીના આધારે દાઉદ નક્કી કરે છે કે આગામી દિવસોમાં કોની સાથે કેટલા અને કેવા સંબંધ રાખવા, કોની સાથે કેવું વર્તન કરવું.

આમ કરવું દાઉદ માટે એટલા માટે પણ જરૂરી થઈ ગયું હતું, કારણ કે આઇબી અને રૉના અધિકારીઓએ ડી-કંપનીના તમામ સભ્યોને કરાચી અને ઇસ્લામાબાદમાં જ ઠાર કરવાના ઘણા કારસા રચ્યા હતા. સંભાવના એવી પણ છે કે આગામી દિવસોમાં આવા ઘણા કારસા ફરી રચવામાં આવે.

બાતમીદાર બન્ને પગ વચ્ચે ખંજવાળતાં બોલ્યો : તો શું... ગૅન્ગવૉરમાં આવું તો કરવું જ પડેને ભાઈ.

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

vivek agarwal columnists weekend guide