કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ જાણવો છે?

28 May, 2019 12:04 PM IST  |  | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ જાણવો છે?

વાત કચ્છી જ્ઞાતિઓની

નાના-મોટા દરેકને હોય. મૂળ એ જાણવાની જિજ્ઞાસા હોય કે આપણો સમાજ કઈ રીતે વિકસ્યો, એનાં મૂળ ક્યાં છે, એની સિદ્ધિઓ કઈ કે પછી સમાજના સભ્યોએ ક્યાંથી કચ્છમાં સ્થળાંતર કર્યું. જ્ઞાતિના નાયકો કોણ છે કે કોણ છે એના શૂરાઓ? જ્ઞાતિના ભાગરૂપ એવું પોતાનું કેવું છે ફૅમિલી ટ્રી? આ બધી માહિતી જાણવાની ઉત્કંઠા હોય અને એ હોવી એ પણ સહજ છે. વિશાળ એવા સમાજની ગાથા લખવા કદાચ ગ્રંથ પણ ઓછો પડે, પરતું ગુજરાતી ‘મિડ-ડે’ના ‘કચ્છી કૉર્નર’ વિભાગના ભાગરૂપે અમે દર સપ્તાહે લઈ આવીશું કચ્છના આવા એક સમુદાય કે જ્ઞાતિના ઇતિહાસની અથથી ઇતિ. સમગ્ર કચ્છી જ્ઞાતિના સુંદર ઇતિહાસ અને એની વિશ્વવિખ્યાત ફેલાયેલી ગાથાને આપ સુધી પહોંચાડવાના સુંદર પ્રયાસરૂપે સાક્ષર એવા લેખકો અને જાણકારોના મુખેથી એકઠા કરેલા જ્ઞાનના ખજાનાને અંશરૂપે અમે રજૂ કરીશું. આ વખતે આપની સમક્ષ આલેખીયે છીએ ઓસવાલ સમાજની ઇતિહાસગાથા.

કચ્છી ઓસવાલ જ્ઞાતિનો જન્મ

ઓસવાલો મૂળ ક્ષત્રિયો (રાજપૂત) છે. મહાવીરસ્વામીનું અવતરણ થયું અને પૂર્વ ભારતમાં અહિંસા પરમો ધર્મનો ફેલાવો થયો એ કાળે ચારેય વર્ણો જૈન ધર્મ પાળતા હતા. જૈન ધર્મ કોઈ વર્ણવાદમાં માનતો નહીં એ વખતે વર્ણપ્રથા જન્મના આધારે નહીં, પરંતુ વ્યક્તિનાં કર્મ અને ગુણના આધારિત હતી. પ્રભુના નિવાર્ણ બાદ તેમના અનુયાયીઓ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ફેલાયા. રાજસ્થાનમાં જૈનાચાયોર્ના આગમને ત્યાંની રાજપૂત (ક્ષત્રિય) કોમે જૈન ધર્મથી પ્રભાવિત થઈ જૈન ધર્મ અંગીકાર કર્યો. શ્રીમાલ, ચંદ્રાવતી અને ઓસિયા નગરીના રાજવી અને અનેક ક્ષત્રિયો (રાજપૂતો)ને પ્રતિબોધિ જૈન બનાવ્યા. જ્ઞાતિપ્રથાનું અસ્તિત્વ હજી આવ્યું નહોતું. ક્ષત્રિયોમાંથી જૈન થનારા શાકાહારી ક્ષત્રિયોને અલગ ઓળખ તરીકે મહાજનસંઘ નામ આપ્યું. રાજસ્થાનમાં આવેલા ઓસિયામાં જૈન થનારા સમૂહને ઉપકેશીય (ઓસવાલ) ઓળખ અપાઈ. ત્યાર બાદ રાજકીય પરિસ્થિતિ, આજીવિકા, દુષ્કાળ, અતિવૃષ્ટિ મહામારીથી ઓસવાલોનાં અનેક સ્થળાંતરો થયાં જેથી ઓસવાલો સમગ્ર વિશ્વમાં ફેલાયા અને સમયે-સમયે અન્ય ગચ્છના આચાર્યોએ પોતાના પ્રયાસો દ્વારા અજૈનોને પ્રતિબોધિ ઓસવાલમાં ભેળવતા રહ્યા અને આમ ઓસવાલોની વિવિધ શાખાઓએ જન્મ લીધો. હવે પછીના અંકમાં આપણે ઓસવાલના વૃક્ષની ડાળીરૂપે વિશાળ એવી ડાળી વીસા ઓસવાલ વિશે જાણીશું.

આગામી મંગળવારે આપણે જાણીશું વીસા ઓસવાલ, દશા ઓસવાલ, કચ્છી વાગડ વીસા સહિતના સમુદાયો વિશે.

આ પણ વાંચો : પેણામ - પ્રણામ

kutch columnists