રતલામી સેવ

29 January, 2019 01:54 PM IST  |  | ધર્મિન લાઠિયા

રતલામી સેવ

પ્રતીકાતિમક તસવીર

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ ચણાનો લોટ

* ૧ કપ તેલ

* ૧ કપ પાણી

* અડધો ટી-સ્પૂન સોડા બાય કાર્બ

* મીઠું-મરચું સ્વાદ મુજબ

* ચપટી હિંગ

* ૧ નંગ લીંબુ

* અડધો ટી-સ્પૂન મરી

* અડધો ટી-સ્પૂન અજમો

રીત

અજમાને વાટી લેવો. મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખા ભાગે મિક્સ કરીને હાથથી અથવા મિક્સરમાં ફીણી લો. એકદમ સફેદ તૈયાર થાય એટલે એમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણાં ચાળેલાં સફેદ તીખાં મરચાંની ભૂકી ઉમેરવી. એ પાણીમાં સમાય એટલો જ ચણાનો લોટ ભેળવવો. એમાં મીઠું, મરી, હિંગ વગેરે ઉમેરીને મસળવું. પછી સેવના સંચાથી ગરમ તેલમાં સેવ પાડવી. એને ગુલાબી તળી લેવી. તૈયાર છે નાસ્તા માટે રતલામી સેવ.

આ પણ વાંચો : જાણો પટેટો-વૉલનટ સૂપ બનાવવાની રીત

mumbai food columnists