અબ તક ૫૬ની અસલી કહાની

12 January, 2020 05:37 PM IST  |  Mumbai Desk | vivek agarwal

અબ તક ૫૬ની અસલી કહાની

‘અબ તક છપ્પન...’
મુંબઈના એક એન્કાઉન્ટર-સ્પેશ્યલિસ્ટ પર આધારિત ફિલ્મ.
આ ફિલ્મ મુંબઈ પોલીસના સેંકડો પૈકીનાં કેટલાંક એન્કાઉન્ટર પર આધારિત છે.
આ ફિલ્મે મુંબઈ પોલીસના બે એન્કાઉન્ટર-સ્પેશ્યલિસ્ટ વચ્ચે તિરાડ પાડી.
પણ શું આ સાચું છે? સાચું હોય તો પણ એ વાત ફરી ક્યારેક કરીશું.
આ ફિલ્મના નામ અને એના સત્ય વિશે અન્ડરવર્લ્ડ અને એના બાતમીદારોની રહસ્યમયી દુનિયામાં બીજી જ કોઈ વાર્તા કહેવામાં આવે છે. અત્યારે એ જાણીએ.
૨૫મી જાન્યુઆરી, ૨૦૦૪ની રાતે હર્ષદ નામના એક ગુંડાનું અથડામણમાં મોત નીપજે છે. તે ચાલાક ગુંડો હતો. તેના વિશે સેંકડો કિસ્સા મશહૂર છે.
હર્ષદનું એન્કાઉન્ટર ઇન્સ્પેક્ટર આંગ્રેએ કર્યું હતું. ઇન્સ્પેક્ટર આંગ્રેનું આ ૫૬મું એન્કાઉન્ટર હતું. ડોમ્બિવલીમાં થયેલી આ અથડામણને કેન્દ્રમાં રાખીને જ ફિલ્મની વાર્તાના તાણાવાણા ગૂંથવામાં આવ્યા હોવાનો બાતમીદારે દાવો કર્યો.
તો પછી આ વાર્તામાં ઇન્સ્પેક્ટર દયા નાયક અને ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માનાં નામ ક્યાંથી આવી ગયાં?
હકીકત એ છે કે ઇન્સ્પેક્ટર દયા નાયક અને ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માનાં નામ પછીથી જોડીને વાર્તા અને ફિલ્મની વધારે પબ્લિસિટી કરવાની યોજના ઘડવામાં આવી હતી.
આ કહેતાં-કહેતાં તે ઉદાસ સ્વરે બોલ્યો: ડિપાર્ટમેન્ટની તકરારે આખા ડિપાર્ટમેન્ટને ખરાબ કરી દીધો.

vivek agarwal columnists weekend guide