શૅરબજારમાં સુલેમાન

26 January, 2020 06:19 PM IST  |  Mumbai Desk | vivek agarwal

શૅરબજારમાં સુલેમાન

પૈસા જ્યાં હોય, દાઉદ ત્યાં ન હોય એ શક્ય નથી. પૈસાનું બીજું એક ગણિત દાઉદની ગૅન્ગમાં ચાલુ છે. આ મામલો મસમોટા રોકાણનો છે અને એ પણ પૂરેપૂરો કાનૂની.
૨૦૧૨માં માહિતી મળી કે ડી-કંપનીના વિશ્વાસપાત્ર સુલેમાનનું નામ મુંબઈ માફિયા તરીકે ખૂલ્યું નથી. જોકે આ નામ છૂપું પણ નથી. સુલેમાન વિશે એવી જાણકારી મળે છે કે તે કરાચીમાં દાઉદની છત્રછાયા હેઠળ રહે છે. માલૂમ થયું કે દાઉદ ઇબ્રાહિમનો શૅરબજારનો સમગ્ર વ્યવસાય કરાચીમાં રહીને સુલેમાન જ સંભાળતો આવ્યો છે. આઇબીના એક અહેવાલે સુરક્ષા વિશેષજ્ઞોને એ વિશે ચિંતામાં મૂકી દીધા છે કે દાઉદ શૅરબજારોમાં રોકાણ ધરાવે છે.
દાઉદના પૈસા કેવી રીતે શૅરબજારમાં પહોંચી રહ્યા છે એના મૂળ સુધી પહોંચવા માટે ગુપ્તચર એજન્સીઓએ તનતોડ મહેનત કરી, પણ તેમને કદી સફળતા ન સાંપડી. આ નિષ્ફળતાની વાત સંભળાવતાં સામે બેઠેલા અધિકારી અત્યંત ખેદપૂર્વક માથું ધુણાવતાં કહે છેઃ
હું નિરાશ થઈ ગયો છું, સરકાર આખરે ક્યારે અમને આ ગૅન્ગને ઝબ્બે કરવાની પરવાનગી આપશે.

vivek agarwal columnists weekend guide