શિયાળામાં કેવી રીતે કરશો તમારી ત્વચાની રક્ષા?

12 November, 2019 03:22 PM IST  |  Mumbai | RJ Mahek

શિયાળામાં કેવી રીતે કરશો તમારી ત્વચાની રક્ષા?

પ્રતીકાત્મક તસવીર

આપણા બધાની મનગમતી સીઝન એટલે કે ઠંડી બસ બારણાં ખખડાવી જ રહી છે. પરસેવાની ફિકર નહીં, જે મેકઅપ કરવો હોય એ થાય અને જે કપડાં પહેરવાં હોય એ બેફિકર થઈને પહેરાય પણ જેમની સ્કિન ડ્રાય હોય તેમના ચહેરાનો ગ્લો ગાયબ નહીં થઈ જાય.

ડ્રાય સ્કિન હોય તેમણે ફેસવૉશ કર્યા બાદ હંમેશાં ફેસ પર કોઈ ક્રીમબેઝ્ડ મૉઇસ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન્સ અવૉઇડ કરવા, કારણ કે એ વૉટરબેઝ્ડ હોય છે જેમાંથી પૂરતું મૉઇશ્ચર સ્કિનને મળતું નથી અને સ્કિન નિસ્તેજ દેખાય છે.

બહુ જ ગરમ કે બહુ જ ઠંડા પાણીથી મોઢું ન ધોવું. હૂંફાળું પાણી જ વાપરવું. ઠંડીથી બચવા આપણે ગરમ પાણીથી ચહેરો ધોઈએ છીએ જેનાથી પણ ચહેરા પરનું કુદરતી તેલ ધોવાઈ જતું હોય છે.

નહાતી વખતે સાબુનો ઉપયોગ નહીં કરતાં માઇલ્ડ બૉડીવૉશ કે કોઈ ઉબટનના ઉપયોગથી સ્કિન સૉફ્ટ રહે છે. ખાસ કરીને ચહેરો કદી પણ સાબુથી ધોવો ન જોઈએ. એમાં રહેલાં કેમિકલ્સ સ્કિનને ડ્રાય કરે છે.

ઠંડીની સીઝનમાં આપણે પાણી ઓછું પીએ છીએ. તરસ ન લાગે છતાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીએ તો સ્કિનમાં રહેલો ભેજ જળવાઈ રહે અને સ્કિન ગ્લોઇંગ રહે.

ફેસપૅક અને ફેસ-સ્ક્રબ વાપરવા વિશે બહુ મૂંઝવણ હોય છે, પણ મૂંઝાવાની જરૂર નથી. ક્લેબેઝ્ડ એટલે કે જે પૅક્સમાં માટી આવતી હોય એ પૅક્સ અવૉઇડ કરો તો સારું, કારણ કે માટી સ્કિનને ડ્રાય કરી શકે છે. સાથે સ્ક્રબથી સ્કિનને વીકમાં એકથી બે વાર એક્સફોલિયેટ કરવું જરૂરી પણ હળવા હાથે મસાજ કરવો અને સ્ક્રબના દાણા બહુ ચહેરા પર વાગે એવા નહીં પણ માઇલ્ડ હોવા જોઈએ.

સ્કિન ગ્લોઇંગ રહે એના માટે માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ કાળજી લેવી પડે એટલે કે હેલ્ધી ફૂડ પણ મોટો ભાગ ભજવે છે. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ, તાજાં ફળ તેમ જ ગાજર, વટાણા જેવાં સીઝનલ શાકભાજી અને એના રસ ડાયટમાં ઉમેરવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે.

આટલી વાતો ધ્યાન રાખશો તો ઠંડીમાં પણ ચમકતા રહીશું અને ડ્રાયનેસને કહી દો બાય બાય અને ઠંડીને કહો હેલો.

tips columnists