પાકિસ્તાને પીઠ પાછળ ખંજર માર્યું, હવે એના કપાળ પર ગોળી મારવાની છે

24 February, 2019 11:21 AM IST  |  | ભવ્ય ગાંધી

પાકિસ્તાને પીઠ પાછળ ખંજર માર્યું, હવે એના કપાળ પર ગોળી મારવાની છે

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ 

પુલવામામાં જે બન્યું એની અસર હજી નથી ઓસરી. હૅટ્સ ઑફ ટુ મીડિયા. આ જુસ્સો અકબંધ રહેવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આ પ્રકારનો જુસ્સો જો ઓછો થઈ જાય તો સરકાર પણ થોડી બેદરકાર કે પછી કૅરલેસ બની જતી હોય છે અને એવું આપણે જોયું પણ છે. ઍનૅલિસિસ કરવાની કોઈ ઇચ્છા નથી, પણ ભૂતકાળના તમામ અનુભવો આવું બતાવે પણ છે. કહે પણ છે કે જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થયા છે એના પછી તરત જ ઍક્શન લેવાઈ છે અને એ ઍક્શનમાં આતંકી ઘટનાને અંજામ આપનારાઓ પકડાયા પણ છે. તેમને સજા પણ મળી છે. મનમાં પ્રfન થાય કે જો આ જ તમે કરવા માગતા હતા તો પછી શું કામ તમે હુમલા સુધી રાહ જોઈ? પણ આવી રાહ જોવાનું ક્યારેય કોઈને ગમતું નથી હોતું એટલે એવા ઍનાલિસિસમાં ઊતરવાને બદલે આપણે એ જ ધ્યાન રાખવું જોઈએ કે આપણો જુસ્સો અને આપણું ઝનૂન અકબંધ રહે અને આપણે પુલવામાની ઘટનાને સતત તાજી રાખતા રહીએ.

આતંકી હુમલાઓ પુષ્કળ થયા છે અને આપણા મુંબઈમાં પણ થયા છે, પણ એ બધા પછી પણ હું ઉરી અને પુલવામાના હુમલાઓને જુદી રીતે જોઉં છું. સુરક્ષાકર્મીઓને, તમારી સેનાને અહીં ટાર્ગેટ કરવામાં આવી છે. જે તમારું રક્ષણ કરે છે, જેમની હાજરીને લીધે તમે શાંતિથી સૂઈ શકો છો એ સેનાને જ્યારે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે ખરેખર કહેવું પડે કે પાણી હવે આપણા નાકની ઉપરથી પસાર થવા માંડ્યું છે. પુલવામા હુમલાનું આખું કાવતરું જેણે ઘડ્યું હતું એ ગાઝી હવે માર્યો ગયો છે, પણ હું તો કહીશ કે ગાઝીને જ નહીં આપણે ગાઝીના આકાને અને એ આકાના મનમાં જેણે આવી ઘાતકી વિચારધારા ભરી છે એ સૌને હણવાના છે. રામે રાવણને હણ્યો હતો અને એનું પાપ તેમને નહોતું લાગ્યું, ઊલટું રાવણને હણવાથી અનેક લોકોની દુઆ મળી હતી. એવું જ થવાનું છે આ વખતે. અહિંસાની વાતો કરવાની નથી અને ત્યારે તો ખાસ નથી કરવાની જ્યારે મારા દેશના જવાનોને અત્યંત વાહિયાત રીતે મારવામાં આવ્યા હોય. ના, મને એવી કોઈ અહિંસા અને શાંતિ નથી જોઈતી. આવા સમયે મને હિંસા વહાલી લાગે છે. પાકિસ્તાને મારી પીઠ પાછળ ખંજર માર્યું છે, હવે એની આંખોમાં આંખો નાખીને એના કપાળની બરાબર મિડલમાં ગોળી મારવામાં આવે એ મારે જોવું છે. મારે જોવી છે તેમની લાશો જેણે મારા જવાનોની જિંદગી છીનવી લીધી છે. મારે એ લોકોને કરગરતા જોવા છે. માનવ અધિકાર પંચનો ડર રાખ્યા વિના અને હ્યુમન રાઇટ્સ કમિશનની પરવા કર્યા વિના. યાદ રાખજો, આવા નરાધમો જ્યારે પણ તમને દેખાય ત્યારે જરા પણ ડરતા નહીં આવાં કમિશનોથી. એ લોકોનું કામ જ હવનમાં હાડકાં નાખવાનું છે અને એ નાખશે પણ ખરાં, પણ એ નાખે ત્યારે તમારે એમના માટે જસ્ટ એક જ શબ્દ યાદ રાખવાનો છે.

ઇગ્નૉર.

આખો દેશ તમારી સાથે છે. તમારી બાજુમાં છે. અને પુલવામાએ આ જ દેખાડ્યું છે કે આપણે એક છીએ. આપણે બધાં ભાઈબહેન બનીને તકલીફ આવે, સંકટ આવે, પ્રૉબ્લેમ આવે ત્યારે એકબીજાની પડખે ઊભા રહી જઈએ છીએ.

પુલાવામામાં બનેલી ઘટનાને આના માટે થૅન્ક્સ કહેવું જોઈએ ખરું?

તમે જુઓ તો ખરા, જે જવાનોનાં નામ પણ આપણે ક્યારેય સાંભYયાં નહોતાં, જે જવાનોના ફોટોગ્રાફ પણ આપણે જોયા નહોતા એ જવાનો આજે દેશભરની લાગણી અને પ્રેમ મેળવી રહ્યા છે. મને લાગે છે કે આ પ્રેમ જ ભારતની ઓળખ છે અને આ પ્રેમ જ આપણા દેશની તાકાત છે. દેશભરમાં અત્યારે શહીદો માટે ફન્ડ એકત્રિત કરવામાં આવે છે અને દેશભરમાં આ જવાનો માટે મોરચા, કૅન્ડલ-માર્ચ નીકળી રહ્યા છે. આખા કાશ્મીરનો વિરોધ પણ હવે શરૂ થઈ ગયો છે. હમણાં જ મેં એક નવો શો સાઇન કર્યો છે. આ ટીવી-શોના પ્રોમોનું શૂટ કાશ્મીરમાં થવાનું હતું પણ એ કૅન્સલ થઈ ગયું છે.

ટ્રાવેલ-ઑપરેટર્સે કાશ્મીરની ટૂરો રદ કરી નાખી છે અને હવે તો આખા દેશના ટ્રાવેલ-એજન્ટોએ એક થઈને નક્કી કરી લીધું છે કે એ લોકો કાશ્મીરમાં ટૂર નહીં લઈ જાય. આવી એકતા અગાઉ ક્યારેય જોઈ હતી ખરી, આવી એકતા અગાઉ ક્યારેય વિચારી પણ હતી? ના, નહોતી વિચારી અને એનું કારણ માત્ર એક જ છે કે આપણે સુખમાં એક નથી હોતા, આપણી હૅપિનેસ અલગ-અલગ છે પણ આપણું દુ:ખ, આપણાં આંસુ, આપણી લાગણીઓ એક છે અને એટલે જ આપણે આવા સમયે એક થઈને ઊભા રહી જઈએ છીએ.

સૌથી સારી વાત જો કોઈ હોય તો એ છે કે આવા સમયે માત્ર હિન્દુઓ જ નહીં પણ ક્રિનથી માંડીને મુસ્લિમ અને પારસીઓ પણ તમારી સાથે જોડાઈ જાય છે. મારે એક વાત કહેવી છે આજે. થોડા અમસ્તા કે પછી કહોને માંડ બેથી ચાર ટકા ખરાબ મુસ્લિમોને કારણે એવી પરિસ્થિતિ આવી આખી કમ્યુનિટી શંકાના દાયરામાં મુકાઈ જાય છે. જો એવું ન થવા દેવું હોય તો ઍટ લીસ્ટ મુસ્લિમો જ શું કામ, આ પ્રકારના જે શંકાસ્પદ મુસ્લિમો છે એને ખુલ્લા પાડવાનું કામ નથી કરતા. આ અપેક્ષા વધારે કહેવાય ખરી? મને તો નથી લાગતું કે આવી અપેક્ષા ખોટી છે.

વાત જ્યારે નેશનની હોય ત્યારે પહેલું મહત્વ એને જ મળવું જોઈએ. નેશન પછી કમ્યુનિટી આવે, એના પછી સોસાયટી અને પછી ફૅમિલી આવે. જોકે આપણે ત્યાં આ ક્રમ સાવ તૂટી ગયો છે અને હવે ઊંધેથી આ ક્રમ શરૂ કરવામાં આવે છે. પહેલાં ફેમિલી, પછી કમ્યુનિટી, પછી સોસાયટી અને પછી નેશન. હું જૈન છું અને એ પછી પણ હું માનું છું કે મારા જૈન હોવાથી દેશને કોઈ જ ફરક નથી પડવાનો. હું ભારતીય હોઈશ, એક સારો નાગરિક હોઈશ તો જ દેશને એનો લાભ થશે. આ જ કામ સૌકોઈએ કરવાનું છે. તમારી કમ્યુનિટી કોઈ પણ હોય, દેશને પ્રાધાન્ય આપો અને દેશને પહેલી હરોળમાં રાખો. દેશ હશે તો તમે હશો, દેશ નહીં હોય તો તમારી કોઈ વિસાત નથી. મુસ્લિમો હવે તમે જાગો, જાગવું જરૂરી છે. તમારી ફૅમિલી માટે પણ જાગવું જરૂરી છે અને તમારી પોતાની કમ્યુનિટી માટે પણ જાગવું જરૂરી છે. જો તમે ઇચ્છતા હો કે દુનિયામાં તમારી બોલબાલા હોય અને દુનિયા તમારી સામે ઝૂકે તો એને ઝુકાવવાનો આ રસ્તો નથી અને આવો કોઈ રસ્તો હોઈ પણ ન શકે. તમે ટૅલન્ટથી, તમારા ઇન્ટેલિજન્સથી એને ઝુકાવી શકો છો. જરા વિચાર તો કરો કે આ કમ્યુનિટી પાસે કેવી ટૅલન્ટ છે. બીજા ફીલ્ડની વાત કરવાને બદલે હું મારી જ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો જુઓ તમે. ઍક્ટર, ઍક્ટ્રેસ, સિંગર, મ્યુઝિક-ડિરેક્ટર એકથી એક ચડિયાતી ટૅલન્ટ તમારી કમ્યુનિટીએ જ આપી છે. બીજું કંઈ નહીં તો એ લોકોને આઇડલ બનાવીને તમારી કરીઅરને એક આકાર આપો અને આગળ વધો.

આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : બંધ કરો વેપાર, આદાન-પ્રદાન; બહિષ્કાર જ બેસ્ટ છે

ફક્ત બેપાંચ ટકા જ ખરાબ લોકોને કારણે આખી કમ્યુનિટીને બદનામ કરવાનું કામ આપણાથી પણ ન થવું જોઈએ એવું પણ હું માનું છું. પુલવામાના વિરોધમાં આપણે જોયું પણ ખરું કે મુસ્લિમો પણ રસ્તા પર આવ્યા છે અને કૅન્ડલ માર્ચ દ્વારા વિરોધ કરવામાં એ પણ જોડાયા છે. આ એ જ લોકો છે જેના માટે ભારત તેમની મા છે અને બધા ભારતીયો તેમનાં ભાઈબહેન છે. આ એ જ લોકો છે જે ભારતના સંવિધાનને માન આપે છે અને ભારતના જવાનને એક ઘા થાય ત્યારે સોળ તેમના શરીર પર ઊપસે છે.

Bhavya Gandhi columnists