પહેલા મૂત્રમાર્ગમાંથી પથરી હતી, શું એથી સમાગમમાં મજા ન આવે એમ બને?

29 June, 2020 01:31 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

પહેલા મૂત્રમાર્ગમાંથી પથરી હતી, શું એથી સમાગમમાં મજા ન આવે એમ બને?

પ્રતીકાત્મક તસવીર

સવાલ -મારી ઉંમર ૩૧ વર્ષ છે. લગ્નને પાંચ વર્ષ જ થયાં છે. હજી સંતાનો નથી. છ મહિનાથી કિડનીમાં તકલીફને કારણે દુખાવાથી પરેશાન હતો. અસહ્ય દુખાવાને કારણે પેઇનકિલર પણ લેવી પડતી હતી. બે વાર હૉસ્પિટલમાં દાખલ પણ થયો. આખરે આયુર્વેદિક દવાથી પથરી તૂટી અને તૂટેલી પથરીની કરચો પેશાબની જગ્યાએથી જ બહાર નીકળી ગઈ. એ વાતને બે મહિના થઈ ગયા છે. હવે પીડા જરાય નથી. આટલા વખત સુધી જાતીય જીવન સાવ નાદુરસ્ત હતું. ઇચ્છા જ નહોતી થતી. જાકે હવે બધું બરાબર છે અને છતાં સમાગમ વખતે જાઈએ એટલી ઉત્તેજના નથી ફીલ થતી. સમાગમ માંડ શક્ય બને છે અને એમાં જરાય મજા નથી આવતી. શું મૂત્રમાર્ગમાંથી પથરી પસાર થઈ હોવાથી તો આવી તકલીફ નહીં થતી હોયને? આવા સંજાગોમાં ઉત્તેજના વધારવાની દવા લેવાય?
જવાબ- ઔષધિઓ દ્વારા પથરી તૂટે એ પછી એ મૂત્રાશયમાં જાય છે અને ત્યાંથી મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. મોટા ભાગે આ કરચો બહુ ઝીણી હોય છે એટલે જ એ મૂત્ર સાથે બહાર નીકળી જાય છે. હવે સમજવાની વાત એ છે કે ઉત્તેજના દરમ્યાન પેનિસની આજુબાજુ જે પેશીઓ આવેલી છે એમાંની રક્તવાહિનીઓમાં રક્તનો ધસારો વધે છે ત્યારે ઇન્દ્રિયનું ઉત્થાન થતું હોય છે. ઇન્દ્રિયની સખતાઈમાં મૂત્રમાર્ગની નળી કોઈ જ ભાગ ભજવતી નથી. એટલે આમ જોવા જઈએ તો બન્ને ક્રિયાનું મેકૅનિઝમ સાવ જુદું છે.
કાલે ઊઠીને કોઈ કહે કે પેશાબના રંગમાં ગરબડ હોવાને લીધે ઇન્દ્રિયમાં ઉત્થાન નથી થતું તો એ માત્ર ભ્રમણા છે, શારીરિક સમસ્યા નહીં. લાંબા સમય સુધી સંભોગ બંધ હોય અને સર્જરીમાંથી પસાર થયા હો એટલે ક્યારેક મનમાં ડર ઘર કરી જાય છે કે બધું બરાબર નહીં થઈ જાય તો? આવા ડરને કારણે એક-બે વાર નિષ્ફળતા મળે અને પછી તો ખરેખર જ પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી વધી જાય છે. જાે તમારા મનમાં ઘૂસી ગયું હશે કે પથરી તોડવાના ઑપરેશનને કારણે ઇન્દ્રિયમાં સખતાઈ ઘટી ગઈ છે તો તમે જ્યારે પણ સમાગમ કરશો ત્યારે એવું ફીલ થશે. હકીકતમાં એ બેને કોઈ લેવાદેવા નથી. ઉત્તેજના ઓછી આવશે કે વધુ એ તરફ વધુ ધ્યાન આપવાને બદલે પત્ની સાથે રિલૅક્સ થઈને ઇન્ટિમસી માણવાનું શરૂ કરશો તો શિથિલતાની સમસ્યા ભુલાઈ જશે.

sex and relationships dr ravi kothari columnists