યોગથી શિઘ્રસ્ખલન અટકે ખરું?

15 October, 2020 02:58 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

યોગથી શિઘ્રસ્ખલન અટકે ખરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૬ વર્ષ છે. લગ્ન કર્યા પછી પત્ની અને સંતાનો સાથે પણ બહુ લાગણીભર્યા સંબંધ નથી રહ્યા. ૩૫ વર્ષ પછીથી મારાં લગ્ન થયાં અને એક બાળક પછી તરત જ પત્નીને જાતીય જીવનમાંથી રસ ઊડી ગયો. એને કારણે મારી કામક્ષમતા ઘટવા લાગી. પત્નીથી છૂટો પડ્યો અને હાલમાં લિવ-ઇનમાં એક મહિલા સાથે રહું છું. મારી પાર્ટનર મારાથી બે વર્ષ મોટી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેની કામેચ્છામાં પણ ઘટાડો છતાં તે મને સાથ આપે છે. હાલમાં સમસ્યા મારા તરફથી છે. શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી પાર્ટનરને સંતોષ નથી મળતો અને તેની નિરસતા વધી જાય છે. અંગત સંબંધોમાં તાણ વધી રહી છે. ડાયાબિટીઝની તકલીફ છે અને એની દવાઓ ચાલુ છે. એને કારણે મકરધ્વજ દવા લેવાતી નથી. વસંતકુસુમાકર લઉં છું અને એનાથી સારું લાગે છે. યોગાસન દ્વારા શીઘ્રસ્ખલન પર કાબૂ મેળવી શકાય?
જવાબ : કહેવાય છે કે સંબંધોમાં મનની અસર તન પર પણ પડે છે. અંગત જીવનમાં તાણ રહે તો એ સેક્સલાઇફને પર અસર કરવાની જ. બીજું, ઉંમરને કારણે થતા રોગોને પણ જો દૂર ન રાખવામાં આવે તો સમસ્યા વધે છે. સૌથી પહેલાં તો તમારા સંબંધોમાં જે માનસિક તાણ છે એને સેટલ કરવાની જરૂર છે. તાણ અને આનંદ બે સાથે કદી ન અનુભવાય. તમારી શીઘ્રસ્ખલનની સમસ્યા માટે પહેલાં કોઈ માનસિક ચિંતા કે ઍન્ગ્ઝાયટી કારણભૂત નથી ને એની તપાસ કરો.
બીજું, ડાયાબિટીઝની દવા ચાલુ રાખવી એટલું જ ઇમ્પોર્ટન્ટ નથી. બ્લડશુગર પણ કન્ટ્રોલમાં હોવું મસ્ટ છે. પાર્ટનરના અસંતોષની ચિંતા ન થાય એ માટે પેનિટ્રેશન પહેલાં જ આંગળી કે મોઢાથી ઑર્ગેઝમ કરાવી આપવાનું રાખવું. વસંતકુસુમાકર કે મકરધ્વજ જેવી દવાઓમાં મેટલ, પારો કે ગંધકની અશુદ્ધિઓ હોવાની સંભાવના વધુ છે. જો આ દવાઓ સ્વચ્છ અને શુદ્ધ ન હોય તો ફાયદો કરવા કરતાં નુકસાન વધુ થાય. સેક્સ્યુઅલ ફંક્શન સુધરે અને પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન દૂર થાય એ માટે એલોપથીમાં ડૅપાક્સિટિન નામની દવા સારી અને સૌથી ઓછી આડઅસર કરનારી છે. ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને આ ગોળીનું પ્રિસ્ક્રિપ્શન લેવું. શીઘ્રસ્ખલન માટે અશ્વિની અને વજ્રોલી મુદ્રાની નિયમિત પ્રૅક્ટિસથી ફાયદો થઈ શકે છે.

sex and relationships dr ravi kothari columnists