મિનિમમ બેલેન્સ નહીં રાખો તો લાગશે પેનલ્ટી, જાણો ટોચની બેન્કોના નિયમ

09 June, 2019 11:27 AM IST  |  નવી દિલ્હી

મિનિમમ બેલેન્સ નહીં રાખો તો લાગશે પેનલ્ટી, જાણો ટોચની બેન્કોના નિયમ

મિનિમમ બેલેન્સ નહીં રાખો તો લાગશે પેનલ્ટી

જો તમે તમારા ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ મેઈનટેઈન નથી કરતા તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. તમામ બેન્કના સેવિંગ્સ અકાઉન્ટ એક નક્કી કરેલું મંથલી બેલેન્સ રાખવું પડે છે. દેશની મોટી બેન્કો જેવી કે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કએ સેવિંગ અકાઉન્ટ માટે મંથલી એવરેજ બેલેન્સ નક્કી કર્યું છે. બેન્ક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની જરૂર બ્રાંચના લોકેશન પર આધાર રાખે છે અને તેના હિસાબે ઓછી કે વધારો હોય છે. જો અકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ જાળવી ન રાખવામાં આવે તો બેન્ક તેના પર પેનલ્ટી ચાર્જ લગાવે છે. જો કે અલગ-અલગ બેન્ક અને તેની બ્રાંચના લોકેશનના હિસાબે આ ચાર્જ બદલતો રહે છે.

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા(SBI)
ભારતીય સ્ટેટ બેન્કમાં તેની બ્રાંચના પ્રકાર અનુસાર નીચે પ્રમાણે બેલેન્સ રાખવાની જરૂર છે.

બ્રાંચનો પ્રકાર    એવરેજ મંથલી બેલેન્સ
મેટ્રો             3, 000 રૂપિયા
અર્બન          3, 000 રૂપિયા
સેમી-અર્બન    2, 000 રૂપિયા
રૂરલ            1, 000 રૂપિયા

પંજાબ નેશનલ બેન્ક(PNB)
ભારતીય સ્ટેટ બેન્કમાં તેની બ્રાંચના પ્રકાર અનુસાર નીચે પ્રમાણે બેલેન્સ રાખવાની જરૂર છે.

બ્રાંચનો પ્રકાર    એવરેજ મંથલી બેલેન્સ
મેટ્રો             2, 000 રૂપિયા
અર્બન           2, 000 રૂપિયા
સેમી-અર્બન     2, 000 રૂપિયા
રૂરલ             1, 000 રૂપિયા

HDFC બેન્ક
HDFCમાં તેની બ્રાંચના પ્રકાર અનુસાર નીચે પ્રમાણે બેલેન્સ રાખવાની જરૂર છે.

બ્રાંચનો પ્રકાર    એવરેજ મંથલી બેલેન્સ
મેટ્રો            10, 000 રૂપિયા
અર્બન          10, 000 રૂપિયા
સેમી-અર્બન    5, 000 રૂપિયા
રૂરલ            2, 500 રૂપિયા

આ પણ વાંચોઃ ભારતમાં છેલ્લા 2 વર્ષમાં 597 ATM બંધ થયા, RBI નો ખુલાસો

ICICI બેન્ક
ICICIમાં તેની બ્રાંચના પ્રકાર અનુસાર નીચે પ્રમાણે બેલેન્સ રાખવાની જરૂર છે.

બ્રાંચનો પ્રકાર    એવરેજ મંથલી બેલેન્સ
મેટ્રો             10, 000 રૂપિયા
અર્બન          10, 000 રૂપિયા
સેમી-અર્બન     5, 000 રૂપિયા
રૂરલ            2, 000 રૂપિયા
ગ્રામ્ય           1, 000 રૂપિયા

icici bank state bank of india business news