લોન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ 5 વાતો, નહીં પસ્તાવું પડશે

31 July, 2019 02:37 PM IST  |  નવી દિલ્હી

લોન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ 5 વાતો, નહીં પસ્તાવું પડશે

લોન લેતા પહેલા રાખો આટલું ધ્યાન

તમે જ્યારે લોન લો છો ત્યારે કેટલીક વાતોનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. બેંકમાં મેડિકલ લગ્ન, ભણતર, પર્સનલ લોન વગેરે જરૂરિયાતો માટે લોન મળે છે. પરંતુ આપણે સમજ્યા વિચાર્યા વગર કોઈ લોન ન લેવી જોઈએ. ચાલો જાણીએ કે લોન લેતા સમયે કઈ કઈ વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

1. સૌથી પહેલા તો એ નક્કી કરો કે તમારે કઈ મહત્વપૂર્ણ જરૂર માટે લોન લેવી જોઈએ. સાથે એ પણ સુનિશ્ચિત કરો કે તમારી જરૂર માટે કેટલા રૂપિયાનું આવશ્યકતા હશે. જો તમે જરૂરથી વધારે પૈસાની લોન લો છો તો તમારે બાદમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વધઆરે લોન લેવી પણ પરેશાનીનું કારણ બની શકે છે. જેનાથી તમારા પર લોનના હપ્તા અને વ્યાજનો ભાર વધી જશે.

2. તમે તમારી લોન સમય પહેલા પણ ચુકવી શકો છો. તેના માટે અલગ અલગ બેંકના અલગ અલગ પ્રિપેમેન્ટ ચાર્જ હોય છે. અનેક બેન્ક એક વર્ષ પહેલા આ સુવિધા નથી આપતી. તમને લોન લેતા સમયે તેની જાણકારી હોવી જોઈએ.

3. લોન લેતા સમયે તેમને લોન પર લાગતા વ્યાજદરોની પુરી જાણકારી હોવી જોઈએ. વ્યાજ દરો ફિક્સ્ડ અને વેરિએબલ બે પ્રકારના હોય છે. ફિક્સ્ડ વ્યાજદરોમાં કોઈ પરિવર્તન નથી થતું, જ્યારે વેરિયેબલ વ્યાજ દરોમાં માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ અનુસાર વ્યાજદરો નક્કી થાય છે. તમારા લોન પર ક્યા વ્યાજદર લાગે છે તેની તમને જાણકારી હોવી જોઈએ.

4. લોન લેતા પહેલા માર્કેટ રિસર્ચ જરૂરથી કરવું જોઈએ. લોન પર બેંકોના વ્યાજ દરમાં ખૂબ જ ફરક હોય છે. હંમેશા ઓછા વ્યાજ દર વાળી બેન્ક પાસેથી જ લોન લો.

5. સૌથી મહત્વપૂર્ણ હોય છે, સમય પર લોનની ચુકવણી કરવી. જેનાથી તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે અને ભવિષ્યમાં લોન લેવામાં પણ સુવિધા રહે છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો શીખો શ્લોકા મહેતા અંબાણી પાસેથી

business news