મે મહિનામાં મોંઘવારી દર ઘટીને માઇનસ 3.21 ટકા

16 June, 2020 09:18 AM IST  |  New Delhi | Agencies

મે મહિનામાં મોંઘવારી દર ઘટીને માઇનસ 3.21 ટકા

પ્રતીકાત્મક તસવીર

જથ્થાબંધ ભાવાંકની રીતે મોંઘવારી દર એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિના દરમ્યાન ઘટીને ૩.૨૧ ટકા નોંધાયો છે જે ઇંધણ અને વીજળીના ભાવમાં ઘટાડાને આભારી છે. અલબત્ત આ દરમ્યાન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ માસિક જથ્થાબંધ ભાવાંકની રીતે મોંઘવારી દર વાર્ષિક તુલનાએ મે મહિનામાં ૩.૨૧ ટકા (હંગામી આંકડા) નકારાત્મક આવ્યો છે જે વર્ષ પૂર્વેના સમાન મહિના પહેલામાં ૨.૭૯ ટકા હતો.

નોંધનીય છે કે સરકારે કોરોના મહામારીને રોકવા ૨૫ માર્ચે લૉકડાઉન લાગુ કરતાં પાછલા મહિને જથ્થાબંધ મોંઘવારી દર જાહેર કરવાનું માંડી વાળ્યું હતું.

મે મહિના દરમ્યાન ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર ૧.૧૩ ટકા રહ્યો છે, જ્યારે તેની પૂર્વે એપ્રિલમાં તે ૨.૫૫ ટકા હતો. તો ઇંધણ અને વીજળી સમૂહમાં મે મહિનાનો મોંઘવારી દર ૧૯.૮૩ ટકા ડિફેશનલ રહ્યો છે, જ્યારે એક મહિના પહેલાં એપ્રિલમાં પણ તે ૧૦.૧૨ ટકા ઘટ્યો હતો. તો મૅન્યુફૅક્ચર્ડ પ્રોડક્ટના કિસ્સામાં મે મહિનાનો મોંઘવારી દર ૦.૪૨ ટકા રહ્યો છે.

inflation business news