વિપ્રોની કામગીરી અપેક્ષા કરતાં સારી

03 November, 2012 07:58 AM IST  | 

વિપ્રોની કામગીરી અપેક્ષા કરતાં સારી



આ વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૨૪ ટકા વધીને ૧૬૧૦.૬૦ કરોડ રૂપિયા રહ્યો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧૩૦૦.૯૦ કરોડ રૂપિયા થયો હતો. કુલ આવક ૯૦૬૪.૫૦ કરોડ રૂપિયાથી ૧૭ ટકા વધીને ૧૦,૬૨૦.૩૦ કરોડ રૂપિયા થઈ છે.

આઇટી ડિવિઝનમાં નવા ૨૦૧૭ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કર્મચારીઓની કુલ સંખ્યા ૧,૪૦,૫૬૯ થઈ છે. થર્ડ ક્વૉર્ટરમાં કંપનીની આવકમાં ૧.૩૦ ટકાથી ૩.૨૦ ટકાનો વધારો થવાની ગાઇડન્સ કંપનીએ જાહેર કરી છે.

ડીમર્જર

કંપનીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે ત્રણ નૉન-આઇટી બિઝનેસિસનું ડીમર્જર કરવામાં આવશે. કંપનીના ચૅરમૅન અઝીમ પ્રેમજીએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ડીમર્જરને કારણે સ્ટેકહોલ્ડર્સની વૅલ્યુમાં વધારો થશે અને દરેક બિઝનેસના ગ્રોથ માટે ફ્રેશ મોમેન્ટમ પ્રાપ્ત થશે. ડીમર્જર બાદ વિપ્રો માત્ર આઇટી બિઝનેસ પર જ ફોકસ કરી શકશે.’

કંપનીની કુલ આવકમાં અમેરિકાનો હિસ્સો સૌથી વધુ ૫૧.૫૦ ટકા રહ્યો છે. યુરોપનો ૨૮.૨૭ ટકા, એશિયા પૅસિફિકનો ૧૦.૬૦ ટકા, જપાનનો ૧.૧૦ ટકા અને ભારતનો ૮.૬૦ ટકા રહ્યો છે.