વૉરેન બફેટે કહ્યું એલન મસ્કને CEO તરીકે હજુ પણ સુધરવાનો અવકાશ

13 April, 2019 03:00 PM IST  | 

વૉરેન બફેટે કહ્યું એલન મસ્કને CEO તરીકે હજુ પણ સુધરવાનો અવકાશ

વોરેન બફેટની ટેસ્લાના CEOને સલાહ

ટેસ્લાના CEO એલન મસ્ક અને ટ્વીટ્ટર વચ્ચે કેટલો સારો મેળ છે તેવી શંકા કરતા લોકોમાં હવે વૉરન બફેટ પણ જોડાયા છે. બર્કશાયર હાથવેના CEO બફેટે કહ્યું કે, "તે નોંધપાત્ર વ્યક્તિ છે. પરંતુ હું આ રીતે કમ્યુનિકેશન કરવાની જરૂરિયાતને નથી જોઈ રહ્યો." યાહૂ ફાયનાન્સ સાથેના એક ઈન્ટરવ્યૂમાં બફેટે આ વાત કરી. તેમણે પોતાની અને એલન મસ્કની ટ્વીટ કરવાની આદતની સરખામણી કરી અને કહ્યું કે તે ટ્વિટ્ટર પર એટલા માટે જ છે કારણ કે તેને કોઈ મિત્રએ કહ્યું હતું કે, તેણી મસ્કના બદલે સાઈન અપ કરશે અને તેના બદલે પોસ્ટ પણ કરશે.

88 વર્ષના બફેટે કહ્યું કે મસ્ક CEO તરીકે હજુ પણ સુધરી શકે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ટેસ્લાના ચીફ પણ સહમત થશે.

Baillie Gifford & Coના પાર્ટનર જેમ્સ એન્ડરસને પણ બ્લૂમબર્ગ સાથેના ઈન્ટરવ્યૂમાં પણ મસ્કની પોતાના મુસીબતમાં નાખે તેવા ટ્વીટ કરવાની આદત પર નિવેદન આપ્યું હતું. મસ્ક પછી ટેસ્લાના સૌથી મોટા શેર હોલ્ડરના પોર્ટફોલિયો મેનેજર કરનારે કહ્યું હતું કે CEO જો બહાર ઓછું બોલે તો કંપનીનું ભલું થશે.

આ પણ વાંચોઃ FMPના રીપેમેન્ટ : SEBIએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ સામે સવાલો ઉઠાવ્યા

ન્યૂયૉર્કના એક જજે મસ્ક અને યૂએસ સિક્યોરિટી એક્સચેન્જ કમિશનને એક એગ્રીમેન્ટ બનાવવા કહ્યું હતું. જેમાં ટેસ્લાના CEO સોશિયલ મીડિયા પર કેવી માહિતી મુકે છે તેના પર નજર રાખવાનું કહ્યું છે. એલન મસ્કે ગયા વર્ષે એક ટ્વીટ કર્યું હતું, જેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે.