બદલાઈ ગયું વોડાફોન, આઈડિયાનું નામ, હવે VI નામથી ઓળખાશે

07 September, 2020 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બદલાઈ ગયું વોડાફોન, આઈડિયાનું નામ, હવે VI નામથી ઓળખાશે

બદલાઈ ગયું વોડાફોન, આઈડિયાનું નામ

મર્જર થયાના લગભગ બે વર્ષ પછી, વોડાફોન અને આઈડિયા કંપનીએ તેનું નવું નામ જાહેર કર્યું છે. વોડાફોન અને આઇડિયાન હવે vi નામ તરીકે ઓળખાશે. વી આઈનું પૂરું નામ વોડાફોન ઈન્ડિયા લિમિટેડ છે. તમને જણાવી દઈએ કે વોડાફોન અને આઈડિયા વર્ષ 2018ના ઑગસ્ટમાં મર્જ થયા હતા, પરંતુ અત્યાર સુધી બંને કંપનીઓ તેમના નામે જ ચાલતી હતી.

નવા નામની ઘોષણા અંગે સીઇઓ રવિન્દ્ર તાક્કરે કહ્યું, બન્ને બ્રાન્ડ્સનું એકીકરણ એ વિશ્વના સૌથી મોટા ટેલિકમ્યુનિકેશન્સ એકીકરણની પરાકાષ્ઠા છે. હવે એક નવી શરૂઆતનો સમય આવી ગયો છે. આ ઘોષણા પૂર્વે જ આજે સવારે વોડાફોન આઈડિયાના શૅર્સમાં 10% નો વધારો જોવા મળ્યો છે. નવા નામની ઘોષણા સાથે, કંપનીએ પોતાના ટેરિફ પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ કિંમતોમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.

જણાવી દઈએ કે હાલમાં વોડાફોન ઈન્ડિયા લિમિટેડને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની બાકી રકમને ચૂકવવા માટે દસ વર્ષનો સમય આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ એજીઆરના 10 ટકા કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં અને બાકીની રકમ આગામી 10 વર્ષમાં 10 હપ્તામાં ચૂકવવાની રહેશે. જણાવી દઈએ કે વોડાફોન આઈડિયા પર 58,000 કરોડ રૂપિયાથી વધારે એજીઆર બાકી છે. તેમાંથી કંપનીએ 7,854 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

vodafone idea business news