EDએ વિજય માલ્યાની 16 લાખ યુરોની અસ્ક્યામતોને ટાચ મારી

04 December, 2020 07:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

EDએ વિજય માલ્યાની 16 લાખ યુરોની અસ્ક્યામતોને ટાચ મારી

ફાઈલ ફોટો

એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાની ફ્રાન્સ સ્થિત 16 લાખ યુરોના મૂલ્યની અસ્ક્યામતોને ટાચ મારી છે.

ઈડીએ વિનંતી કરી હોવાથી ફ્રાન્સની સત્તાએ વિજય માલ્યાના 32 એવેન્યુ ફોચની મિલકતને જપ્ત કરી છે. આ મિલકતનું મૂલ્ય 16 લાખ યુરો એટલે કે અંદાજે રૂ.14 કરોડ જેટલુ છે. તપાસમાં જણાયુ છે કે મોટા ભાગની રકમ કિંગફિશર એરલાઈન્સ લિ.ના બૅન્ક ખાતાથી વિદેશમાં મોકલવામાં આવ્યા છે.

માલ્યાએ બૅન્કોને કરોડો રૂપિયાની લોન ચૂકવવાની છે. માલ્યાએ બૅન્કોને રૂ.9000 કરોડની લોન ચૂકવવાની છે. માર્ચ 2016માં માલ્યા યુકેમાં શિફ્ટ થયો હતો. જોકે માલ્યાએ આ દરેક આક્ષેપને નકારતા કહ્યું છે કે, તે બૅન્કોને 100 ટકા પ્રિન્સિપલ રકમ ચૂકવવા તૈયાર છે.  

vijay mallya business news france