વિજય માલ્યાની સંપતિ જપ્ત કરવા મામલે અરજી 2 ઑગસ્ટ સુધી ટળી

29 July, 2019 05:34 PM IST  | 

વિજય માલ્યાની સંપતિ જપ્ત કરવા મામલે અરજી 2 ઑગસ્ટ સુધી ટળી

ભાગેડુ વિજય માલ્યાની અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી બીજી ઑગસ્ટ સુધી ટળી ગઈ છે. વિજય માલ્યાએ તેના અને સગા સંબંધીઓની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયાને અટકાવવા અપીલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, કરવી જ હોય તો ફક્ત કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલી સંપત્તિઓ જ જપ્ત કરો સગા સંબંધીઓની સંપતિ જપ્ત કરી શકો નહી. પર્સનલ અને પારિવારીક સંપત્તિઓ જપ્ત ન કરો. કારણે કે દેવું કિંગ ફિશર એરલાઈન્સનું છે.

વિજય માલ્યાના સગા સંબંધીઓની સંપતિ જપ્ત કરવા મામલે કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈએ ફગાવી દીધી હતી. બ્રિટનમાં પણ વિજય માલ્યા વિરોધી પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં લંડનની કોર્ટે પ્રત્યાપર્ણનો નિર્ણય સંભળાવ્યો હતો અને ત્યારબાદ યુકેના પૂર્વ ગૃહમંત્રી સાજિદ જાવિદે પણ મંજૂરી આપી દીધી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. માલ્યા પર ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. તેના વિરોધમાં મની લોન્ડ્રીંગની તપાસ પણ ચાલી રહી છે. ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ બિઝનેસ મેન વિજય માલ્યાને લંડનની અદાલતે મોટી રાહત આપી હતી. ભારતને પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની માલ્યાની અપીલને લંડન હાઈકોર્ટે સ્વીકારી હતી .

vijay mallya