વીડિયોકૉન લોન મામલોઃ ચંદા કોચર સામે લુકઆઉટ નોટિસ જાહેર-રિપોર્ટ

22 February, 2019 06:19 PM IST  |  નવી દિલ્હી

વીડિયોકૉન લોન મામલોઃ ચંદા કોચર સામે લુકઆઉટ નોટિસ જાહેર-રિપોર્ટ

ચંદા કોચરની વધી શકે મુશ્કેલી

વીડિયોકૉન લોન મામલામાં સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કની પૂર્વી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને વીડિયોકૉન સમૂહના વેણુગોપાલ ધૂતની સામે લુક આઉટ સર્કુલર જાહેર કર્યું છે.

આ પહેલા ઈડી મની લૉન્ડ્રિંન્ગના કથિત મામલામાં તેમની સામે કેસ દાખલ કરી ચુક્યું છે.

અંગ્રેજી અખબાર ધ ઈકૉનોમિક ટાઈમ્સના પ્રમાણે આ પહેલી વાર છે કે જ્યારે ચંદા કોચરની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે ચંદા કોચરના પતિ દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

અખબારે અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે, 'લુક આઉટ સર્કુલર, એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ જાહેર કરવામાં આવે છે. અને આ એવા મામલાઓમાં અનિવાર્ય છે, જ્યાં કથિત રીતે આર્થિક અપરાધ થયો છે. હાલના દિવસોમાં લોકોની યાત્રા પર નજર રાખવાનું એજન્સી માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.'

આ પહેલા ઈડીએ કથિત રૂપે મની લૉન્ડ્રિન્ગના મામલામાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વેણુગોપાલ ધૂત સામે મામલો દાખલ કર્યો હતો. ત્રણેય સામે આ મામલો વીડિયોકૉન ગ્રુપને આપવામાં આવેલા 3, 250 કરોડ રૂપિયાના લોન સાથે જોડાયેલો છે.

આ પણ વાંચોઃ વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીને ત્રીજા ક્વૉર્ટરમાં ૧૦૨૩ કરોડ રૂપિયાની ખોટ થઈ

મહત્વનું છે કે મામલો સામે આવ્યા બાદ બેંકએ આ મામલાની તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. જેનો રિપોર્ટ જાહેર થઈ ચુક્યો છે. જસ્ટિસ બી એન શ્રીકૃષ્ણા સમિતિએ પોતાની તપાસમાં વીડિયોકોનને લોન આપવાના મામલામાં ચંદા કોચરને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના દોષી ગણાવ્યા હતા.

icici bank