વિડીયોકોન-ICICI કેસઃ ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઑફિસ પર EDનાં દરોડાં

01 March, 2019 12:53 PM IST  |  મુંબઈ

વિડીયોકોન-ICICI કેસઃ ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઑફિસ પર EDનાં દરોડાં

ચંદા કોચરની મુશ્કેલીઓમાં વધારો

વીડિયોકોનને લોન આપવાના કેસમાં ચંદા કોચરની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. મની લોન્ડ્રિંગના કેસમાં તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતના ઠેકાણાઓ પર દરોજા પાડવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલા તેમના પાંચ ઑફિસ અને ઘર સહિતના સ્થળોઆ ઈડી સર્ચ ઑપરેશન કરી રહ્યું છે.

શું છે મામલો?
ઈડીએ પ્રીવેન્શન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ નીચે ચંદા કોચર અને તેના પતિ દિપક કોચર તથા વેણુગોપાલ ધૂત સામે કેસ દાખલ કર્યો છે. તેમના પર અયોગ્ય રીતે કોર્પોરેટ ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન આપવાના આરોપમાં ગુનો નોઁધાયો છે.

આ પણ વાંચોઃ વીડિયોકૉન લોન મામલોઃ ચંદા કોચર સામે લુકઆઉટ નોટિસ જાહેર-રિપોર્ટ

આ કેસમાં ઈડી પુરાવાઓ મેળવવા માટે આરોપીઓના ઘર અને ઑફિસમાં તપાસ કરી રહ્યું છે. ICICI બેન્કે 2012એ વીડિયોકોનને લોન આપી હતી. આ મામલો સામે આવ્યા બાદ ચંદા કોચરે તેમના પદ પરથી હાથ ધોવા પડ્યા હતા.

icici bank