ચીને ડીલમાં વાર લગાડી તો ખરાબ હાલત કરીશઃ ટ્રંપ

13 May, 2019 03:56 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ચીને ડીલમાં વાર લગાડી તો ખરાબ હાલત કરીશઃ ટ્રંપ

ટ્રેડ વૉર મામલે ચીન- અમેરિકા સામસામે

ટ્રંપે હવે ચીનને નવી ધમકી આપી છે. ટ્રંપે કહ્યું છે કે જો ચીને નજીકના ભવિષ્યમાં ટ્રેડ વૉર ખતમ કરવાની પહેલ ન કરી અને જો આ મામલો તેમના બીજા કાર્યકાળ સુધી પહોંચ્યો તો, તેઓ ચીનની હાલત ખરાબ કરી દેશે. આ તરફ, ચીને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથેના વિવાદનું નિરાકરણ માટે તેમને દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ તેના માટે ચીન પોતાના સિદ્ધાંતો જેવા મહત્વપૂર્ણ પાસાની કુરબાની નહીં આપે.

ટ્રંપની ચેતવણી
ટ્રંપે એક ટ્વીટમાં કહ્યું કે કારોબાર મામલેની વાતચીતમાં છેલ્લા કેટલાક ચરણોમાં ચીનની એટલી દુર્ગતિ થઈ ચુકી છે કે તે હવે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી રાહ  જોઈ શકે છે. પરંતુ સમસ્યા એ છે કે તેઓ જાણે છે કે સારી અર્થવ્યવ્સથા, રોજગારીના સારા આંકડાઓ અને અન્ય અનેક  સારી કામગીરીના લીધે હું જીતવાનો છું. એવામાં જો તેમણે મારા બીજા કાર્યકાળમાં ડીલ કરવી પડી, તો તેમના માટે વધુ ખરાબ થશે. એટલે તેમના માટે સારું એ જ છે કે તેઓ અત્યાર ડીલ કરી લે.

આ પણ વાંચોઃ ચીન-અમેરિકા ટ્રેડ વૉર વચ્ચે દિલ્હીમાં આજથી WTOની બેઠક

ચીનનો જવાબ
ચીનના અખબાર પીપલ્સ ડેલીમાં સોમવારે પ્રકાશિત થવા માટે તૈયાર એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ચીન લડાઈના પક્ષમાં નથી. ચીનના ગ્લોબલ ટાઈમ્સ રવિવારે કહ્યું કે જો ટ્રેડ વૉર વધુ ગંભીર થાય છે તો વાતચીતના ટેબલ પર અમેરિકાનો પક્ષ નબળો હશે.