અમેરિકાના કોર્પોરેટ જગતે કર્યા ભારતના બજેટના વખાણ

06 July, 2019 03:20 PM IST  |  નવી દિલ્હી

અમેરિકાના કોર્પોરેટ જગતે કર્યા ભારતના બજેટના વખાણ

અમેરિકાના કોર્પોરેટ જગતે કર્યા ભારતના બજેટના વખાણ

નાણા મંત્રી નિર્મલા સીતારણને શુક્રવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટના અમેરિકામાં વખાણ થઈ રહ્યા છે. અમેરિકાના કોર્પોરેટ જગતે આ બજેટની પ્રશંસા કરી છે અને તેના સમાવેશી અને વિદેશી નીતિને આકર્ષિત કરનારું ગણાવ્યું છે. ન્યૂઝ એજન્સી PTIના અનુસાર. ભારત-અમેરિકા અને ભાગીદારી મંચના અધ્યક્ષ મુકેશ અધીએ કહ્યું કે 2018-19નું બજેટ સમાવેશી છે અને નીતિગત નિર્ણયો અમેરિકાની કંપનીઓને પ્રોત્સાહિત કરનારા છે.

મુકેશ અધીએ કહ્યું કે આ બજેટ એપ્પલ જેવી કંપનીઓ માટે સારા સમાચાર સમાન છે. તેમણે કહ્યું કે બજેટ 2019-20એ ભારતીય બજારોને મુક્ત બનાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આનાથી અમેરિકાના કંપનીઓ વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે. અધીના અનુસાર, મોદી સરકાર 2.0ના આ પહેલા બજેટમાં સકારાત્મક અને સંરચનાત્મક ફેરફારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ બજેટ ગરીબો માટે છે અને તેમની સમૃદ્ધિ અને વિકાસને સુનિશ્ચિત કરે છે.

તો બીજી તરફ અમેરિકા-ઈન્ડિયા ચેમ્બર ઑફ કોમર્સના અધ્યક્ષ વરૂણ ઋષિએ પણ બજેટ 2019-20ની પ્રશંસા કરતા કહ્યું કે આ એ દૂરોગામી બજેટ છે જેમાં તત્કાલ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને દીર્ઘકાલિક 10 વર્ષની યોજનાઓ રજૂ કરવામાં આવે છે.

અમેરિકા-ભારત વેપાર પરિષદના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે પણ આ બજેટનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ બજેટમાં મોદી સરકાર 2.0નો દૂરગામી અને સુધારવાદી દ્રષ્ટિકોણ જોવા મળે છે અને તેઓ આ બજેટને જોઈને તેઓ ખુશ છે. બિસ્વાલે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાનું, અલગ અલગ ક્ષેત્રોમાં FDIને ઉદાર બનાવવાવું અને FPI રોકાણની સીમા વધારવાના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છે.

united states of america business news