Budget 2020: અન્નદાતા હવે ઊર્જાદાતા બનશે

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

Budget 2020: અન્નદાતા હવે ઊર્જાદાતા બનશે

પ્રતીકાત્મક તસવીર

મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અમારી સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ યોજનાને લાગુ કરવામાં આવી છે. વડા પ્રધાન પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે. અન્નદાતાને હવે ઊર્જાદાતા બનાવવાની જાહેરાત કરતાં કહ્યું કે વિવિધ યોજનાઓ થકી ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે કેટલીક જાહેરાત કરે છે જેનાથી ખેડૂતોને ફાયદો થશે. એના માટે ૧૬ ઍક્શન પ્લાન તૈયાર કરાયા છે. અમે સસ્ટેનેબલ ક્રૉપિંગ પૅટર્ન પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમારું ખાસ ફોકસ દલહન પર છે. ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત પીએમ કુસુમ યોજના દ્વારા ૨૦ લાખ ખેડૂતોને સોલર પમ્પની ફાળવણી કરવામાં આવશે અને ૧૦૦ દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કાર્ય થશે. ૨૦૧૯-૨૦માં આ ક્ષેત્રમાં ૧,૩૦,૪૮૫ કરોડના બજેટને વધારી ૨,૮૩,૦૦૦ કરોડ કર્યું છે.

શું-શું મળ્યું કૃષિ ક્ષેત્રને?

૧. મૉડર્ન ઍગ્રિકલ્ચર લૅન્ડ ઍક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાવવો.

૨. ૧૦૦ જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને પાણીની મુશ્કેલી ન પડે.

૩. પીએમ કુસુમ સ્કીમ દ્વારા ખેડૂતોના પમ્પને સોલર પમ્પ સાથે જોડવામાં આવશે, જેમાં ૨૦ લાખ ખેડૂતોને યોજના સાથે જોડાશે. આ ઉપરાંત ૧૫ લાખ ખેડૂતોના ગ્રિડ પમ્પને પણ સોલર સાથે જોડાશે.

૪. ફર્ટિલાઇઝરનો બૅલૅન્સ્ડ ઉપયોગ કરવો, જેથી ખેડૂતોને પાકમાં ફર્ટિલાઇઝરના ઉપયોગની જાણકારી વધારી શકાય.

૫. દેશમાં રહેલાં વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાની અન્ડરમાં લેશે અને નવી રીતે એને ડેવલપ કરાશે. દેશમાં હજી વધુવેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. એ માટે પીપીપી મૉડલ અપનાવવામાં આવશે. 

૬. મહિલા ખેડૂતો માટે ધાન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત, જે હેઠળ બીજ સંબંધિત યોજનાઓમાં મહિલાઓને મુખ્ય રીતે જોડવામાં આવશે. 

૭. દૂધ, માછલી સહિત ખરાબ થઈ જતી વસ્તુઓ માટેની યોજનાઓ માટે રેલવે દોડાવવામાં આવશે.

૮. ખેડૂતો પ્રમાણે વન પ્રોડક્ટ-વન ડિસ્ટ્ર‌િક્ટ યોજના પર ફોકસ કરાશે.

૯. કૃષિ ઉડાણ યોજના શરૂ કરાશે. ઇન્ટરનૅશનલ, નૅશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરાશે. જેમાં ખેડૂતોના માલ પ્લેનથી જશે.

૧૦. જૈવિક ખેતી દ્વારા ઑનલાઇન માર્કેટ વધારાશે.

૧૧. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને ૨૦૨૧ માટે વધારવામાં આવશે.

૧૨. દૂધના પ્રોડક્શનને વધારવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવશે. ૨૦૨૫ સુધીમાં દૂધનું ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક.

૧૩. મનરેગાની અંદર ચારાગાહને પણ જોડાશે.

૧૪. બ્લુ ઇકોનૉમી દ્વારા માછલી પાલનને પ્રોત્સાહન અપાશે. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે.

૧૫. યુવા અને મત્સ્ય વિસ્તાર પર પણ કામ કરાશે.

૧૬. ખેડૂતોને અપાતી મદદને દીનદયાળ યોજના હેઠળ વધારવામાં આવશે.

૧૭. કૃષિ અને સંલગ્ન વિભાગો માટે ૩ લાખ કરોડની ફાળવણી.

budget 2020 railway budget nirmala sitharaman business news