Budget 2019: જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

05 July, 2019 03:26 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

Budget 2019: જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2019નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ પેટ્રોલ- ડીઝલ, સોનું અને કેટલીક અન્ય વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી વધારીને લોકોની પરેશાની વધારી છે. પેટ્રોલ- ડીઝલના ભાવ વધવાથી માલ લાવવાનો ખર્ચ વધી જશે, જેનો પ્રભાવ લગભગ દરેક સામાનની કિંમત પર થવું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ થયું મોંઘું

- સોનું: સોના પર કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકાથી 12.5 ટકા કરવામાં આવી છે.

- તમાકુઃ તમાકુ પર પણ વધારાનો કર લગાવવામાં આવશે.

- ઈંધણઃ પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.

- પુસ્તકોઃ આયાત કરવામાં આવતા પુસ્તકો પર 5% કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.

સાથે જ સીસીટીવી, પીવીસી અને માર્બલ, ઓટો પાર્ટ્સ પર પણ ડ્યૂટી વધારવામાં આવી છે.

આ થયું સસ્તું

- ઈલેક્ટ્રિક કારઃ 2019ના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓ પરનો જીએસટી રેટ 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર દોઢ લાખ રૂપિયાની વધારાની ઈનકમ ટેક્સની છૂટ મળશે. સરકાર આ પગલાથી ઈલેક્ટ્રિક ગાડીઓને લોકો માટે સસ્તું બનાવવા માંગે છે.

- હોમ લોનઃ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સસ્તી થશે. 45 લાખ સુધીનું ઘર ખરીદ્યું છે તો હોમ લોન પર 1.50 લાખના વધારાનું વ્યાજ કર મુક્ત થયું. 3.50 લાખ સુધી વ્યાજ પર ટેક્સ નહીં લાગે. પરંતુ આ છૂટ માત્ર 31 માર્ચ, 2020 સુધી ઘર ખરીદવા પર જ મળશે.

- રક્ષાના સાધનોઃ દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને રક્ષાને લગતા સાધનો સસ્તા થયા છે.

આ પણ વાંચોઃ Budget Live: મધ્યમવર્ગને ટેક્સમાં કોઈ રાહત નહીં, અમીરો પર વધ્યો ટેક્સ

જો કે સામાન્ય માનવીને આ ટેક્સમાં કોઈ રાહત નથી મળી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો. વર્ષમાં એક કરોડથી વધુ ખાતામાંથી જે કાઢશે તેના પર 2% TDS લાગશે. બે થી પાંચ કરોડની વાર્ષિક કમાણી પર 3% અને 5 કરોડથી વધુની કમાણી પર 7%નો વધારાનો ટેક્સ લાગશે.

Budget 2019 nirmala sitharaman narendra modi business news