Budget Live: મધ્યમવર્ગને ટેક્સમાં કોઈ રાહત નહીં, અમીરો પર વધ્યો ટેક્સ

05 July, 2019 01:08 PM IST  |  નવી દિલ્હી

Budget Live: મધ્યમવર્ગને ટેક્સમાં કોઈ રાહત નહીં, અમીરો પર વધ્યો ટેક્સ

બજેટ રજૂ કરી રહ્યા છે નિર્મલા સીતારમણ

કેન્દ્રીય બજેટ 2019 લાઈવ અપડેટ્સ...

-નિર્મલા સીતારમણ 2019-20નું બજેટ રજૂ કરી રહ્યા છે.

-સોના પર કસ્ટમ્સ ડ્યૂટી વધી.

-પેટ્રોલ ડીઝલ પર સેસ વધશે. જેથી ભાવ પણ વધશે

-જીએસટીની પ્રક્રિયા સરળ બનાવાશે.

-ટેક્સમાં સામાન્ય કરદાતાઓનો કોઈ રાહત નહીં.

-વધુ આવક ધરાવતા લોકોને વધુ ટેક્સ ચુકવવો પડશે.

-2 થી 7 કરોડની આવક ધરાવતા લોકો પર વધ્યો ટેક્સ.

-હાઉસિંગ લોનના વ્યાજ પર મળશે છૂટ.

-જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો હવે આધાર કાર્ડથી પણ ટેક્સ ફાઈલ કરી શકાશે.

-45 લાખનું ઘર ખરીદવા પર મળશે દોઢ લાખ વધારાની છૂટ.

-ઈલેટ્રિક વાહનો પર GST 12 ટકાથી ઘટીને 5 ટકા કરવામાં આવ્યો.

-એક, બે, પાંચ અને દસના નવા સિક્કા આવશે.

-ઈમાનદારીથી ટેક્સ ભરનારનો નાણામંત્રીએ આભાર માન્યો

-400 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ પર 25% ટેક્સ

-4 વર્ષમાં 4 લાખ કરોડની વસૂલી થઈ

-NPAમાં ઘટાડો થયો.

-નારી શક્તિને સરકાર આપશે પ્રોત્સાહન.

-18, 341 કરોડની દર વર્ષે ઉજાલા યોજનામાં LED બલ્બ લગાવવાના કારણે બચત થઈ.

-રેલ્વેમાં ખાનગી ભાગીદારી વધારવામાં આવશે. દેશમાં જલ્દી આદર્શ ભાડું કાયદો લાગૂ પડશે.

-ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયા.

-સ્ટાર્ટ અપ માટે નવી ચેનલ લૉન્ચ કરવામાં આવશે.

-સ્ટાર્ટ અપ કરનારા જ આ ચેનલ ચલાવશે.

-30 લાખ કામદારોએ પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનામાં રજિસ્ટર કરાવ્યું છે.

-રેલ્વેમાં ખાનગી ભાગીદારી વધારવામાં આવશે. દેશમાં જલ્દી આદર્શ ભાડું કાયદો લાગૂ પડશે.

-નેશનલ સ્પોર્ટસ એજ્યુકેશન બોર્ડની રચના થશે.

-વિદેશના વિદ્યાર્થીઓને ભારત લાવવા 'સ્ટડી ઈન ઈન્ડિયા' પ્રોગ્રામ શરૂ થશે.

-વિશ્વની ટોચની 200 યુનિ.માં ભારતની 3 છે.

-સરકાર નવી નેશનલ એજ્યુકેશનલ પોલિસી લાવશે. ભારતની એજ્યુકેશ સિસ્ટમને વિશ્વની શ્રેષ્ઠ બનાવવામાં આવશે.

-નવી પોલિસીમાં રીસર્ચ પર ભાર મુકવામાં આવશે.

-શિક્ષણની ક્વૉલિટી સુધાવર માટે પ્રયાસ કરવામાં આવશે.

-ગાંધીપીડિયા બનાવવામાં આવી રહી છે.

-રાષ્ટ્રીય સ્વચ્છતા સ્મારક બનાવવામાં આવશે.

-2 ઓક્ટોબર સુધીમાં દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત.

-પબ્લિક પ્રાઈવટ પાર્ટનરશિપથી વધુ મેટ્રો રૂટ્સ બનાવાશે.

-આઝાદીના 75માં વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે.

-કૃષિમાં ખાનગી રોકાણ પર સરકારનું ધ્યાન.

-દેશના લોકોને પુરતું પાણી પહોંચાડવાની યોજના, રાજ્ય સરાકરની લેવામાં આવશે મદદ.

-2024 સુધીમાં હર ઘર નલ, હર ઘર જલનું લક્ષ્ય.

-જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી.

-અન્નદાતા(ખેડૂત)ને ઊર્જાદાતા બનાવવામાં આવશે.

-પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે.

-5 વર્ષમાં 1 લાખ 25 હજાર કિમીના રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અપગ્રેડ કરવામાં આવશે.

-રોજ 135 કિમી નવા રસ્તા મળી રહ્યા છે.

-કાર ચલાવતા લોકો માટે ખુશખબર, ઈલેટ્રિક કાર ખરીદવા પર મળશે છૂટ.

-114 દિવસમાં ઘર બનાવવાનું કામ પૂર્ણ થશે.

-આવનારા સમયમાં તમામ ગ્રામીણ ઘરોમાં વીજળી અને રાંધણ ગેસની સુવિધા હશે.

-1 કરોડ 95 લાખ કરોડ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપવામાં આવશે.

-ગ્રામીણ વિસ્તારો ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે.

-ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે અત્યારે ગામ, ગરીબ, કિસાન અમારા કેન્દ્રમાં છે.

-દેશને મોસ્ટ ફેવરિટ FDI ડેસ્ટિનેશન બનાવવા પર જોર

-વિદેશી રોકાણ વધારવા પર આપવામાં આવશે જોર

-મીડિયામાં વિદેશી રોકાણની સીમા વધશે

-ભારતમાં ઓછી કિંમતના સેટેલાઈટ બની રહ્યા છે.

-રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અમારું લક્ષ્ય.

-નાના ઉદ્યોગોને 59 સેકન્ડમાં મળશે લોન.

- છૂટક દુકાનદારો માટે ખાસ યોજના. 3 કરોડ દુકાનદારોને મળશે પેન્શન. સરકારની યોજના.

- પ્રધાનમંત્રી કર્મયોગી માનધન સ્કીમની જાહેરાત. જેના માટે રજિસ્ટર કરાવવાની પ્રક્રિયા સરળ રહેશે.

-MSME માટેન 1 કરોડ સુધીની લોન મળશે.

-તમામ લોકોને ઘર આપવાની યોજના પર કામ ચાલું

-તમામ રાજ્યોમાં ગ્રીડથી વીજળી મળશે.

-ભાડા કરાર માટે નવા નિયમો અમલમાં આવશે.

-સામાન્યમ માણસને પોસાય તેવું અને પર્યાવરણને નુકસાન ન કરે તેવું પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડેલ વિકસાવવાની સરકારની યોજના.

-નાણા મંત્રીએ એક દસકાનું લક્ષ્ય સામે રાખ્યું છે.

-ઈલેટ્રિક વાહનો પર સરકાર ભાર આપશે.

-મુદ્રા યોજનાએ લોકોની જિંદગી બદલી છે.

-છેલ્લા પાંચ વર્ષમાં અનેક કાયદાઓ સુધર્યા છે. સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે.

-પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડૉલરની થઈઃ નાણામંત્રી

-ન્યૂ ઈન્ડિયા તરફ વધી રહ્યા છે આગળઃ નિર્મલા સીતારમણ

-પહેલી વાર મહિલા નાણામંત્રીનું બજેટ

-નિર્મલા સીતારમણ રજૂ કરી રહી છે વહીખાતું

-નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ

-સંસદ ભવનમાં શરૂ થઈ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક. બજેટને મળી મંજૂરી.

-બજેટ રજૂ કરવા સંસદ પહોંચ્યા નાણામંત્રી.

-પરંપરા પ્રમાણે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિને મળ્યા નાણામંત્રી.

-પહેલીવાર બજેટમાં બ્રીફકેસની જગ્યા વહીખાતાએ લીધી છે. લાલ કપડામાં લપેટાયેલા વહીખાતામાં બજેટ રજૂ થશે.

-બજેટ રજૂ કરવા માટે પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર, નાણા સચિવ એસ. સી. ગર્ગ, મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમ અને અન્ય અધિકારીઓ પહોંચ્યા છે.