અલ્ટ્રા ટેક સિમેન્ટ ૧૨,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

02 September, 2012 05:26 AM IST  | 

અલ્ટ્રા ટેક સિમેન્ટ ૧૨,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

આ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો મૂડીખર્ચ કરવામાં આવશે. આ પૈસા આંતરિક સાધનો અને ડેટ દ્વારા ઊભા કરવામાં આવશે. વિસ્તરણ બાદ કંપનીની કુલ ઉત્પાદનક્ષમતા વધીને ૬૨૦ લાખ ટનની થશે. અત્યારે કંપની છત્તીસગઢ અને કર્ણાટકમાં ક્લિન્કર અને ગ્રાઇન્ડિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. આ ઉપરાંત બલ્ક પૅકેજિંગ ટર્મિનલ અને રેડીમિક્સ ક્રોન્કીટ પ્લાન્ટ પણ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. કંપની વીજળીની ઉત્પાદનક્ષમતા ૫૨૯ મેગાવૉટથી વધારીને ૬૫૯ મેગાવૉટ કરશે.