02 September, 2023 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદય કોટક (ફાઈલ તસવીર)
ઉદય કોટકે પ્રાઈવેટ સેક્ટરના કોટક મહિન્દ્રા બેન્કના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પરથી તત્કાલ પ્રભાવે રાજીનામું આપી દીધું છે. ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રોજ રિટાયર થવાના હતા.
Uday Kotak resigns: દિગ્ગજ બેન્કર ઉદય કોટકે પ્રાઈવેટ સેક્ટરના કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના પદ પરથી તત્કાલ પ્રભાવે રાજીનામું આપી દીધું છે. બેન્કે કહ્યું કે ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રિટાયર થવાના હતા. આથી લગભગ 4 મહિના પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. બેન્કે જણાવ્યું કે જૉઈન્ટ એમડી દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી ઉદય કોટકની જવાબદારી સંભાળશે. 1 જાન્યુઆરી, 2024થી નવા એમડી અને સીઈઓને પરવાનગી માટે બેન્કના આરબીઆઈ પાસે અરજી આપી છે.
શું કહ્યું ઉદય કોટકે?
દેશના સૌથી ધનાઢ્ય બેન્કર ઉદય કોટકે બેન્કના બૉર્ડને એક પત્રમાં લખ્યું- મારી પાસે હજી પણ અમુક મહિના બાકી છે પણ હું તત્કાલ પ્રભાવથી મારું રાજીનામું આપી રહ્યો છું. મેં મારા નિર્ણય પર વિચાર કર્યો છે અને મારું માનવું છે કે આ કોટક મહિન્દ્રા બેન્ક માટે યોગ્ય છે.
કોણ છે રેસમાં?
કૉર્પોરેટ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના નિદેશક અને પ્રમુખ કેવીએસ મનિયન અથવા શાંતિ એકંબરમ આગામી સીઈઓ બનવાની રેસમાં છે. નોંધનીય છે કે શાંતિ એકંબરમ હાલમાં કોટક 811, એચઆર અને ટ્રેજરી ડિપાર્ટમેન્ટમાં છે.
આ હતી અફવાઓ
આ પહેલા મીડિયા રિપૉર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્કને ઉદય કોટકને બદલે કોઇક બહારની વ્યક્તિને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવાની સલાહ આપી છે. જો કે, પછીથી બેન્કે આ સમાચાર ફગાવી દીધા હતા.
આરબીઆઈ નિયમોની અસર
સીઈઓના કાર્યકાળને સીમિત કરવાના આરબીઆઈના નવા નિયમો પ્રમાણે ઉદય કોટક માટે પદ પર જળવાઈ રહેવું શક્ય લાગી રહ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેન્કને 1985માં નૉન બેન્કિંગ ફાઈનાન્સ કંપની તરીકે શરૂઆથ કરી હતી. તે 2003માં એક સંપૂર્ણ કમર્શિયલ બેન્કમાં પરિવર્તિત કરવાનું લાઈસન્સ મળ્યું. ત્યાર બાદથી જ બેન્કનું નેતૃત્વ ઉદય કોટક કરી રહ્યા હતા. ઉદય કોટક પાસે બેન્કમાં 26 ટકા ભાગીદારી છે.
શું કહ્યું હતું કોટકે?
રાજીનામું આપતા પહેલા ઉદય કોટકે શૅરહોલ્ડર્સને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે આગળ હું મને નૉન-એગ્ઝીક્યૂટિવ બૉર્ડ ગવર્નન્સ મેમ્બર અને એક સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર તરીકે જોઉં છું. તેણે આશા વ્યક્ત કરી કે શૅરહોલ્ડર્સ, બૉર્ડ અને મેનેજમેન્ટના કમિટમેન્ટથી બેન્ક બદલાતા સમય પ્રમાણે પોતાને ઢાળવામાં સફળ રહેશે. કોટકે કહ્યું હતું કે અમે ભારતની વિકાસ યાત્રા અને તેના ફાઈનાન્શિયલ સેક્ટરના વિકાસની પ્રૉડક્ટ છે. હવે અમે બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં થતાં ફેરફારો પ્રમાણે અમને પોતાને ઢાળવાની તૈયારીમાં છે. બદલાતી ઈકોસિસ્ટમ પ્રમાણે આ સેક્ટર માટે પૉલિસી અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવવાની જરૂર છે.