Uber અને Olaએ ફરી શરૂ કરી કૅબ સર્વિસ, દેશના આ શહેરના પ્રવાસીઓને લાભ

19 May, 2020 01:01 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Uber અને Olaએ ફરી શરૂ કરી કૅબ સર્વિસ, દેશના આ શહેરના પ્રવાસીઓને લાભ

ઉબર, ઓલા

ઑનલાઇન માધ્યમે કૅબની સુવિધા ઉપલબ્ધ કરાવનારી કંપની ઓલા(Ola) અને ઉબર (Uber)એ દેશના ઘણાં શહેરોમાં પોતાની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર દ્વારા લૉકડાઉન 4.0માં વ્યવસાયો માટે નિયમોમાં છૂટ આપ્યા પછી સોમવારે આ કંપનીઓએ આ જાહેરાત કરી છે. સરકારે દેશવ્યાપી લૉકડાઉનમાં ઘણી છૂટ સાથે 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. લૉકડાઉનના ચોથા ચરણમાં સરકારે શરતો સાથે ઓલા અને ઉબર સહિત સાર્વજનિક યાતાયાતના સંચાલનની પરવાનગી આપી છે. જો કે, પરવાનગી સંબંધિત અંતિમ નિર્ણય રાજ્યો દ્વારા નક્કી થવાના છે.

કૅબ સર્વિસ આપનાર કંપની ઉબરે એક નિવેદનમાં કહ્યું, "સરકાર દ્વારા આપવામાં આવેલા લૉકડાઉન 4.0ના દિશાનિર્દેશો પ્રમાણએ, ઉબર દેશના ઘણાં શહેરોમાં પોતાની સેવાઓ ફરી શરૂ કરે છે. રાઇડર્સને સતત આગળની માહિતી આપવામાં આવશે અને અમારી એપ્લિકેશન દ્વારા જુદાં જુદાં શહેરોની સ્થિતિની માહિતી પણ આપવામાં આવશે."

ઉબરે કહ્યું કે જરૂરી સેવાઓ માટે ડિલીવરી સેવા ઉબર એઝેન્શિયલ ઉબર એપ દ્વારા મુંબઇ, નાશિક, બેંગલુરુ, ભોપાળ, ભુવનેશ્વર, હૈદરાબાદ, ઇન્દોરમાં ઉપલબ્ધ છે.

આ સિવાય ઉબરે જણાવ્યું કે તેની સેવાઓ અમૃતસર, આસનસોલ, બેંગલુરુ, ચંદીગઢ, કોયમ્બટૂર, કટક, દમન, દિલ્હી, દુર્ગાપુર, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ગુવાહાટી, હુબલી, જલંધર, કોચ્ચિ, કોડિકોડ, લુધિયાણા, મેંગલૉર, મહેસાણા, મોહાલી, મૈસૂર, પટિયાલા, પ્રયાગરાજ, સિલવાસા, સોનિપત, તિરુવનંતપુરમ, ત્રિશૂર, તિરુચિરાપલ્લી, ઉદયપુર, વાપી અને વિશાખાપટ્ટનમમાં અવેલેબલ થઈ ગઈ છે.

ઓલાએ પણ પોતાની સેવાઓ શરૂ કરી દીધી છે. એક નિવેદમાં કંપનીએ કહ્યું, "જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે, ઓલા એપ પ્લેટફૉર્મ પર ત્રિચાકી અને ચાર ચાકી વાહનોનું સંચાલન હાય સિક્યોરિટી સંબંધી સાવચેતીઓ સાથે શરૂ થઈ ગઈ છે. આ સેવાઓ કર્ણાટક, તેલંગણ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, તામિલનાડુ (ચેન્નઇ સિવાય), આન્ધ્ર પ્રદેશ, કેરળ અને આસામમાં શરૂ થઈ ગઈ છે."

national news uber ola business news