કાર પછી હવે ટૂ-વ્હીલર્સની ડિમાન્ડમાં પણ ઘટાડો

15 November, 2011 10:14 AM IST  | 

કાર પછી હવે ટૂ-વ્હીલર્સની ડિમાન્ડમાં પણ ઘટાડો



બજારમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ મુખ્યત્વે સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલના ભાવને કારણે ટૂ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્ચ ૨૦૧૧ સુધી ટૂ-વ્હીલરના વેચાણમાં આગલા વર્ષના જે-તે મહિનાની સરખામણીએ નોંધપાત્ર વધારો થતો હતો, પરંતુ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન મન્થ્લી વેચાણ ૧૪ લાખ વાહનોના સ્તરે જળવાઈ રહ્યું હતું. એમાં વધારો થયો નહોતો. જોકે ઑક્ટોબરમાં વેચાણ ઘટીને ૧૩ લાખ વાહનો જેટલું થયું છે. જો વેચાણમાં ઘટાડાનો ટ્રેન્ડ આગામી સમયમાં પણ જળવાઈ રહેશે તો ટૂ-વ્હીલર સેક્ટરની સ્થિતિ પણ પૅસેન્જર કારની બજાર જેવી થવાની શક્યતા છે. જોકે બજારનાં સાધનોના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેચાણની સ્થિતિ કેવી રહે છે એના પરથી અંદાજ આવશે કે માર્ચ ૨૦૧૨ સુધીમાં આ સેક્ટરની હાલત કેવી થશે?

મોપેડ્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે એનો અર્થ એ થયો કે રૂરલ ડિમાન્ડ પણ ઘટી રહી છે. મોપેડ્સનું વેચાણ સપ્ટેમ્બરમાં ૬૮,૯૬૩ નંગ થયું હતું એ ઑક્ટોબરમાં ઘટીને ૫૬,૯૦૯ નંગ થયું છે.