ભારતીય મૂળના આ CEOsનો અમેરિકામાં ડંકો, અનેક ગણો વધાર્યો કંપનીઓનો નફો

09 May, 2019 04:12 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ભારતીય મૂળના આ CEOsનો અમેરિકામાં ડંકો, અનેક ગણો વધાર્યો કંપનીઓનો નફો

ભારતીય મૂળના આ CEOsનો અમેરિકામાં ડંકો

દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતના હોનહારોને માને છે. ભારતીય મૂળના તમામ એવા લોકો છે જેને દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં સીઈઓના પદ સંભાળીને ન માત્ર કંપનીઓના નફાને નવી ઉંચાઈ પર પહોંચાડ્યો પરંતુ તેમનું માર્કેટ કેપ પણ વધાર્યું છે. ભારતની હુનર પરચો આખી દુનિયા જોઈ રહી છે. આ વાતનો અંદાજો એના પરથી પણ લગાવી શકાય છે કે બર્કશાયર હેથવેના ચેરમેન વૉરેન બફેએ હાલ જ સંકેટ આપ્યા છે કે તેમના ઉત્તરાધિકારી ભારતીય મૂળના હોય શકે છે. અમે તમને એવા 3 શખ્સો વિશે જાણકારી આપી રહ્યા છીએ જે વિદેશની કંપનીઓમાં સીઈઓના પદ પર છે.

માઈક્રોસૉફ્ટઃ સત્યા નાડેલા
સત્યા નાડેલાએ ફેબ્રુઆરી 2014માં સીઈઓ તરીકે માઈક્રોસૉફ્ટ જોઈન કર્યું હતું. નાડેલા વર્ષ 1992માં માઈક્રોસૉફ્ટ સાથે જોડાયેલા હતા. તે બાદ જલ્દી જ તેઓ એક એવા લીડર તરીકે ઓળખાવા લાગ્યા જે માઈક્રોસૉફ્ટમાં પરિવર્તન લાવી શકે છે. 2014થી લઈને અત્યાર સુધીમાં સત્યા નાડેલાએ પોતાના દમ પર કંપનીમો માર્કેટ કેપ વધાર્યો છેસાથે સાથે નફો પણ વધાર્યો છે.માત્ર 5 વર્ષમાં તેમણે કંપનીનો માર્કેટ કેપ ત્રણ ગણો વધારી દીધો છે.


ગૂગલઃ સુંદર પિચઈ
સુંદર પિચઈએ 10 ઑગસ્ટ 2015માં ગૂગલ જોઈન કર્યું હતું. ગૂગલના પહેલા સીઈઓ લેરી પેજે બીજી વાર રાજીનામું આપ્યા બાદ સુંદર પિચઈએ ગૂગલના સીઈઓનું પદ સંભાળ્યું હતું. સુંદર પિચાઈનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમણે IIT ખડગપુરથી બેચલર્સ ડિગ્રી લીધી હતી. તેમણે પેન્સીસ્વાનિયા યૂનિ.થી તેઓ MBA કરી ચુક્યા છે. સુંદર પિચઈએ ગૂગલ જોઈન કર્યા બાદ તેની માર્કેટ કેપ નોંધપાત્ર રીતે વધી છે.


એડોબઃ શાંતનુ નારાયણ
નવેમ્બર 2007માં શાંતનુ નારાયણ એડોબના સીઈઓ બન્યા હતા. તેમણે 12 વર્ષના કાર્યકાળમાં કંપનીઓને અનેક ઉપલબ્ધિઓ અપાવી છે. 19 નવેમ્બર 2007માં કંપનીનો માર્કેટ કેપ 25.09 બિલિયન ડૉલર હતો.


ત્યારે વર્ષ 2019માં 29 એપ્રિલે તેની રેવન્યૂ 141.13 બિલિયન ડૉલરના સ્તર પર પહોંચી ગયા. ત્યાં જ એડોબની રેવન્યૂ વર્ષ 2007માં 3157.8 મિલિયન ડૉલર રહ્યો હતો. જો કે વર્ષ 2018માં તે 7922.15 મિલિયન ડૉલર થઈ ગયો.

આ પણ વાંચોઃ ગૂગલ Pixel 3a, Pixel 3a XL લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

satya nadella sundar pichai google microsoft