આ રીતે માત્ર 10 રૂપિયામાં કરો હેરિટેજ ટ્રેનમાં મુસાફરી

16 March, 2019 02:57 PM IST  | 

આ રીતે માત્ર 10 રૂપિયામાં કરો હેરિટેજ ટ્રેનમાં મુસાફરી

સ્ટીમ એન્જિનવાળી હેરિટેજ ટ્રેનમાં કરો મુસાફરી

ભારતીય રેલવેનો ઈતિહાસ લગભગ 160 વર્ષ કરતા પણ જૂનો છે, એટલે જ દેશના વારસામાં રેલવેનું મહત્વનું સ્થાન છે. રેલવેના કેટલાક રૂટ જેમ મુસાફરી કરવા લાયક છે, તેવી જ રીતે ભારતની કેટલીક ટ્રેન્સમાં પણ એક વખત તો મુસાફરી કરવી જ જોઈએ.

જેમ કે ભારતીય રેલવેમાં દાર્જિલિંગ હિમાલયન રેલવે, નીલગિરી માઉન્ટેન રેલવે, કાલકા શિમલા રેલવે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ, મુંબઈને યુનેસ્કોના વારસામાં સ્થાન મળી ચૂક્યુ છે. તો રેલવેએ 230 સ્ટીમ લોકોમોટિવ એન્જિન, 112 વિન્ટેજ કોચને મ્યુઝિયમ અને હેરિટેજ પાર્ક જેવી જગ્યાએ સાર્વજનિક પ્રદર્શન માટે રાખી મૂક્યા છે. જેમાંથી કેટલાક એન્જિન અને કોચ તો 100 વર્ષ કરતા પણ જૂના છે.

ભારતીય રેલવેના 16 જેટલા સ્ટીમ એન્જિન આજે પણ કાર્યરત છે. આમ તો આ સ્ટીમ લોકોમોટિવ એન્જિન રેગ્યુલર ઓપરેટ નથી થતા પરંતુ તેમનો ઉપયોગ પ્રવાસીઓ માટેની ટ્રેન કે કેટલાક ખાસ સમારોહમાં જ થાય છે. જે લોકોને ખાસ ટ્રેનમાં મુસાફરી કરવી હોય કે પછી જે તે સમયની સ્ટીમ એન્જિનથી ચાલતી ટ્રેલનનો આનં લેવો હોય તો લોકો માત્ર 10 રૂપિયામાં સ્ટીમ એક્સપ્રેસ અને હેરિટેજનો અનુભવ કરી શકે છે. IRCTC ટુરિઝમ પ્રમાણે મુસાફરો માત્ર 10 રૂપિયામાં જ ગઢી હરસારુથી ફારુખ નગર વચ્ચે વન વે ટ્રેન મુસાફરી કરી શકે છે.

સ્ટીમ એન્જિન ધરાવતી આ હેરિટેજ ટ્રેન ગઢી હરસારુ સ્ટેશન સવારે 9.30 વાગે ઉપડે છે અને 12 વાગે સ્ટેશન પર પહોંચે છે. આ ટ્રેન સવારે 9.55એ સુલ્તાનપુર કાલિયાથી રવાના થાય છે અને 11.30એ પછી આવે છે.

આ પણ વાંચોઃ કેમ ફરવું જોઈએ માંડવી, ત્યાં શુ છે ખાસ જોવા જેવું?

આ સ્ટીમ એક્સપ્રેસ WP 7200 AZAD નામના બ્રોડગેજ 1947 દ્વારા સ્ટીમ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે. આ લોકોમોટિવને તેની પ્રાચીન સુંદરતા અને મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે ફરીથી ડિઝાઈન કરાયું છે. આ હેરિટેજ ટ્રેનને રેવાડી અને ડેમુ શેડ, શફૂરબસ્તીમાં ખાસ્સી મહેનત બાદ ફરીથી ડિઝાઈન કરાઈ છે.

indian railways