ટ્રાઇએ ટેલિકૉમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વૅલિડિટી વધારવા કહ્યું

31 March, 2020 12:49 PM IST  |  New Delhi | Agencies

ટ્રાઇએ ટેલિકૉમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વૅલિડિટી વધારવા કહ્યું

ટ્રાઈ

ભારતીય ટેલિકૉમ રેગ્યુલેટરે ટેલિકૉમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વૅલિડિટી વધારવા કહ્યું છે. ટ્રાઇએ આમ કોરોના વાઇરસ લૉકડાઉનના કારણે કર્યું છે. ટ્રાઇએ રિલાયન્સ જિયો, ભારતી ઍરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વૅલિડિટી વધારે જેથી આ નૅશનલ લૉકડાઉનમાં તેમને કોઈ પરેશાની ન થાય.

એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે ટ્રાઇએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વૅલિડિટી વધારવા માટે જરૂરી પગલાં લે.

આ સાથે જ ટ્રાઇએ આ તમામ કંપનીઓ પાસે જાણકારી પણ માગી છે કે નૅશનલ લૉકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઈ અડચણ વિના સર્વિસ ચાલુ રાખવા માટે કંપનીઓ કયાં-કયાં પગલાં લઈ શકે. રિપોર્ટ અનુસાર ટ્રાઇએ કહ્યું કે ટેલિકમ્યુનિકેશનને એસેન્શિયલ સર્વિસ માનતા આ લૉકડાઉનથી અલગ રાખવામાં આવ્યું છે અને એને બંધ નથી કરવામાં આવ્યું.

trai airtel vodafone idea coronavirus