સસ્તા થઈ શકે છે કેબલ ટીવી, DTH પ્લાન, TRAI આપી શકે છે સારા સમાચાર

19 August, 2019 10:38 AM IST  |  દિલ્હી

સસ્તા થઈ શકે છે કેબલ ટીવી, DTH પ્લાન, TRAI આપી શકે છે સારા સમાચાર

ટેલિકૉમ રેગ્યુલેટર ઓથોરિટી TRAI ટૂંક સમયમાં જ કેબલ ટીવી અને ડીટીએચ યુઝર્સને સારા સમાચાર આપી શકે છે. જો તમે પણ કેબલ ટીવી અને ડીટીએચના મોંઘા પ્લાનથી પરેશાન છો તો ટૂંક સમયમાં જ આ બિલ ઓછા થઈ શકે છે. ભારતીય ટેલિકોમ નિયામક પ્રાધિકરણ એટલે કે TRAIને યુઝર્સને પ્લાન મોંઘા પડતા હોવાની ફરિયાદ બાદ બ્રોડકાસ્ટિંગ અને કેબલ ઈન્ડસ્ટ્રીઝ ટેરીફની ફરી સમીા કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચ માટે નવા નિયમ લાગુ કરાયા હતા. જે મુજબ સર્વિસ પ્રોવાઈડર્સ 130 રૂપિયાથી વધુ NCF ચાર્જ નથી કરી શક્તા.

TRAIએ નવું કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે, જેથી બ્રોડકાસ્ટિંગ અને ટેરિફ અંગેની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય. TRAIએ કેબલ ટીવી અને ડીટીએચ માટે આ પહેલા માર્ચ 2017માં નવા રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કર્યા હતા, જેને 29 ડિસેમ્બર 2018 બાદ લાગુ કરાયા છે. આ નવા રેગ્યુલેટરી ફ્રેમર્ક લાગુ થયા બાદ અને વિશ્લેષણ કર્યા બાદ TRAIને લાગી રહ્યું છે કે ચેનલોની કિંમત પારદર્શક થઈ છે અને સ્ટોકહોલ્ડર્સ વચ્ચેનો વિવાદ શમ્યો છે.

આ પણ વાંચોઃ ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરને મંદીમાંથી બહાર લાવવા સરકારની મહત્વની બેઠક

TRAI મુજબ નવા રેગ્યુલેટરી ફ્રેમ વર્ક સત્તાવાર રીતે લાગુ થયા બાદ પણ કેટલાક ગ્રાહકોને પોતાની પસંદગીની ટીવી ચેનલ્સ પસંદ કરવાની આઝાદી નથી મળી. TRAIનું કહેવું છે કે કેટલાક સર્વિસ પ્રોવાઈડર્સ બુકે પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે જેને કારણે યુઝર્સ પોતાની પસંદગીની ચેનલ્સ નથી સિલેક્ટ કરી શક્તા. TRAIએ 16 ઓગસ્ટે કહ્યું હતું કે ચેનલ્સના બુકે પર મોટું ડિસ્કાઉન્ટ હોવાને કારણે ગ્રાહકોને સ્વતંત્રતાખી ચેનલ્સ નથી પસંદ કરી શક્તા.

business news trai