હવે ટીવી જોવા માટે પણ કેવાયસી કરાવવું પડશે

27 October, 2019 02:02 PM IST  |  મુંબઈ

હવે ટીવી જોવા માટે પણ કેવાયસી કરાવવું પડશે

ફાઈલ ફોટો

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આ વર્ષની શરૂઆતમાં નવા ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) ટૅરિફ નિયમ લાગુ કરી દીધા છે. એ પછીથી ડીટીએચ અને કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે.

નવા નિયમ લાગુ કરાયા પછી સબસ્ક્રાઇબર્સની ફરિયાદ છે કે ટીવી જોવાનું મોંઘું થઈ ગયું છે. ટ્રાઇએ સબસ્ક્રાઇબર્સની આ પરેશાની દૂર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ ટ્રાઇ વધુ નવો નિયમ લઈ આવ્યુ છે જેમાં દરેક ડીટીએચ સબસ્ક્રાઇબર્સ માટે કેવાયસી (નો યૉર કસ્ટમર) અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. ટ્રાઇએ દેશના બધા ડીટીએચ ઑપરેટરોને કહ્યું છે કે તમારે હવે પોતાના સબસ્ક્રાઇબર્સનું કેવાયસી કરાવવું અનિવાર્ય હશે.

ટ્રાઇનો નવો નિયમ અત્યારના અને નવા ડીટીએચ સબસ્ક્રાઇબર્સ બન્નેને લાગુ પડશે. આમાં નવું કનેક્શન લેનારા સબસ્ક્રાઇબર્સે પહેલાં કેવાયસી કરાવવું પડશે. એ પ્રક્રિયા પૂરી કર્યા બાદ નવું કેવાયસી કનેક્શન સાથે મળતું સેટ ટૉપ બૉક્સ ઇન્સ્ટૉલ કરવામાં આવશે. હાલના ગ્રાહકો માટે કેવાયસી કરાવવા બે વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

trai business news