08 October, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાતા ગ્રુપના ૧૦૮ અબજ ડૉલરના બિઝનેસ પર અસર પડવાનો ખતરો હોવાની વાત ચર્ચાઈ રહી છે
તાતા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ વચ્ચે બોર્ડની નિયુક્તિ અને ગવર્નન્સને લગતી ચાલી રહેલી ખટપટોને કારણે તાતા ગ્રુપના ૧૦૮ અબજ ડૉલરના બિઝનેસ પર અસર પડવાનો ખતરો હોવાની વાત ચર્ચાઈ રહી છે. આ સંદર્ભે ગઈ કાલે તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતા, તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેરખન અને તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી દારિયસ ખંબાતા ગૃહપ્રધાન અમિત શાહના ઘરે જોવા મળ્યા હતા. બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પણ હતાં.