કોલસાના પુરવઠાની ને વીજઅછતની સમસ્યા દૂર કરવા માટે કોલ ઇન્ડિયાના ૯૦ પ્રોજેક્ટ્સ ફાસ્ટ ટ્રૅક પર

12 November, 2014 05:22 AM IST  | 

કોલસાના પુરવઠાની ને વીજઅછતની સમસ્યા દૂર કરવા માટે કોલ ઇન્ડિયાના ૯૦ પ્રોજેક્ટ્સ ફાસ્ટ ટ્રૅક પર


સુપ્રીમ ર્કોટ દ્વારા કોલ બ્લૉક્સની ફાળવણી રદ કરવા છતાં સ્થાનિક સ્તરે કોલસાનો પુરવઠો વધારવા અને અવિરત વીજળી મેળવવા સરકારે  ૮૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કોલ ઇન્ડિયાના ૧૫૦ ગ્રીનફીલ્ડ અને બ્રાઉનફીલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ્સમાંના ૯૦ પ્રોજેક્ટ્સને ફાસ્ટ ટ્રૅક પર મૂક્યા છે. કોલસા મંત્રાલયે કોલ ઇન્ડિયા લિમિટેડના કેટલાક લાંબા સમયથી, લગભગ દાયકાથી વિલંબમાં પડેલા પ્રોજેક્ટ્સ પર ત્વરિત મંજૂરીની માગણી કરી છે એને પગલે કંપનીની ક્ષમતાવિસ્તરણની ગતિવિધિ પણ વેગીલી બનશે.  તાજેતરમાં જાહેર કરાયેલા વટહુકમ દ્વારા સરકારે જણાવ્યું હતું કે સરકાર સમાંતરપણે ચાલી રહેલી કોલ બ્લૉક્સની હરાજી પણ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સમેટી લેવા માગે છે. ખાનગી કંપનીઓને કમર્શિયલ કોલ માઇનિંગની મંજૂરી આપવા સામે વિરોધ નોંધાવવા કોલ ઇન્ડિયાના ટ્રેડ યુનિયને ૨૪ નવમ્બરે હડતાળનું એલાન કર્યું છે. કોલ બ્લૉક્સની હરાજી જલદી પાર પડે તેમ જ કોલસાનું સ્થાનિક ઉત્પાદન વધે એ વધુ હિતાવહ  હોવાથી  પ્રોજેP મૉનિટરિંગ ગ્રુપે કોલ ઇન્ડિયાના તમામ પ્રોજેક્ટ્સ ફાસ્ટ ફૉર્વર્ડ કરવાનો નર્ણિય લીધો છે.


માત્ર ગયા સપ્તાહે કોલ મંત્રાલયે ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું રોકાણ ધરાવતા ૩૮ માઇનિંગ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા જેમાંના મોટા ભાગના મંજૂરી કે પછી જમીન સંપાદન કરવાની રાહ જોઈ રહ્યા છે. ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા અન્ય ૨૫ માઇનિંગ પ્રોજેક્ટ્સ કોલ ઇન્ડિયાની ટોચની યાદીમાં છે. ચાર સમર્પિત રેલવેલાઇન્સ સાથે ઝારખંડ, છત્તીસગઢ  અને અન્ય રાજ્યોને જોડતા કોલ બેલ્ટ સહિત આ ૯૦ પ્રોજેક્ટ્સને પગલે કોલ ઇન્ડિયાની સ્થાપિત ક્ષમતામાં લગભગ ૪૫૦ મેટ્રિક ટનની વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ભારત કોલસાનો સમૃદ્ધ ભંડાર ધરાવે છે છતાં ૨૦૧૩-’૧૪માં ૧૬.૪૧ અબજ ડૉલરમાં ૧૭.૧ કરોડ ટન કોલસો આયાત કર્યો હતો, જ્યારે એના આગળના વર્ષે ૧૪.૫ કરોડ ટન કોલસાની આયાત કરી હતી.