ICICI બૅન્ક-સ્મૉલ બિઝનેસ ફિનકાર્ડે MSMEને લોન પૂરી પાડવા કરી સમજૂતી

05 January, 2019 09:38 AM IST  | 

ICICI બૅન્ક-સ્મૉલ બિઝનેસ ફિનકાર્ડે MSMEને લોન પૂરી પાડવા કરી સમજૂતી

ICICI બેન્કે કરી સમજૂતી

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૨૦૧૮ની ૨૧ સપ્ટેમ્બરના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે બૅન્કો અગ્રક્રમવાળાં ક્ષેત્રોમાં ઍસેટ્સના સર્જન માટે નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (NBFC) સાથે હાથ મિલાવી શકે છે. બૅન્ક દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્રકારનો પ્રોગ્રામ સૌપ્રથમ છે અને એક રૂપિયા સુધીની લોનની મુદત ગ્રાહકદીઠ ૧૫ વર્ષની રહેશે

આ ગોઠવણ પ્રમાણે ICICI બૅન્ક સ્મૉલ બિઝનેસ ફિનકાર્ડ સાથે પરસ્પર સંમત હોય એવા રેશિયોમાં પ્રૉપર્ટી સામે લોન આપશે. ICICI બૅન્ક તરફથી આવતા ભંડોળના પ્રવાહથી ગ્રાહકોને મદદ થશે અને તેઓ નિરંતર વેપાર ચાલુ રાખી શકશે.

આ પ્રકારની આ પહેલી ધિરાણવ્યવસ્થા છે. આ પહેલ સાથે અમે ગ્રાહકોની ઉદ્યોગ સાહસિકતાને ટેકો આપવાનું લક્ષ્ય રાખીએ છીએ જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ફાળો આપી શકે છે એમ ICICI બૅન્કના હેડ - સિક્યૉર્ડ ઍસેટ્સ રવિ નારાયણને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃનાણામંત્રાલયે GSTની ઇનપુટ ક્રેડિટનો લાભ માર્ચ 2019 સુધી ક્લેમ કરવાની પરવાનગી આપી

સ્મોલ બિઝનેસ ફિનકાર્ડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અસીમ ધ્રુવ જણાવ્યું હતું કે ‘આ વ્યવસ્થા ICICI બૅન્કની બૅલૅન્સશીટની મજબૂતાઈ તેમ જ ધિરાણ આપવાના તેના અનુભવ અને દેશનાં નાનાં નગરોમાં ધિરાણ વંચિત વ્યવસાયો સુધી પહોંચવાની અમારી ક્ષમતાનું સંયોજન છે. આના દ્વારા, અમે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને માઇક્રો-એન્ટરપ્રાઇઝિસનો સંપર્ક કરી યોગ્ય કિંમતે ધિરાણ પૂરું પાડી શકીશું જે બજારધિરાણ અથવા વેપારધિરાણનું સ્થાન લેશે. આથી એ વેપારો પ્રતિના રોકડના પ્રવાહમાં સુધારો થશે.’

icici bank