ભારતના આ બજેટને જાહેર કરવામાં આવ્યું બ્લેક બજેટ, જાણો કારણ...

01 February, 2020 11:25 AM IST  |  Mumbai Desk

ભારતના આ બજેટને જાહેર કરવામાં આવ્યું બ્લેક બજેટ, જાણો કારણ...

૧૯૭૩-૭૪નાં આપણાં બજેટને ‘બ્લેક બજેટ’ કહેવામાં આવે છે કારણકે ત્યારનાં બજેટમાં ૫૫૦ કરોડની ખોટ હતી. ૯૨ વર્ષમાં પહેલી વાર ૨૦૧૭માં રેલ બજેટને યુનિયન બજેટ સાથે જોડીને રજુઆત કરવામાં આવી હતી. બજેટનાં ભારેખમ દસ્તાવેજોને પ્રિન્ટ કરવાની કામગીરી પણ બજેટની જાહેરાતનાં અઠવાડિયાં પહેલાં શરૂ કરી દેવાય છે. પહેલાં તો આ કામગીરી રાષ્ટ્રપતિ ભવનમાં જ કરાતી હતી પણ ૧૯૫૦માં બજેટ લીક થઇ જતાં દિલ્હીનાં મિન્ટો રોડ પરની એક પ્રેસમાં બજેટની છાપણી કરાતી હતી. ત્યાર પછી એંશીનાં દાયકાથી નોર્થ બ્લોકનાં ભોંયતળિયામાં આવેલી સ્પેશ્યલ ગવર્મેન્ટ પ્રેસમાં જ બજેટનાં દસ્તાવેજોની પ્રિન્ટીંગની કામગીરી કરવામાં આવે છે. 

વળી અમુક શબ્દો જે આજે બહુ પ્રચલિત છે એ બજેટમાં પહેલીવાર ક્યારે વપરાયા હતાં એ જાણીને પણ ચોક્કસ નવાઇ લાગે. જીએસટીની બોલબાલા આજે છે પણ પહેલીવાર એ શબ્દનો ઉપયોગ પી. ચિંદમ્બરમે ૨૦૦૬નાં બજેટમાં કર્યો હતો. (મુળ તો યુપીએ-ટૂનાં સમયની આ વાત છે જ્યારે સિંગલ યુનિફાઇડ ટેક્સની વાત થઇ હતી, બીજાનો આઇડિયા લઇને પોતે જશ ખાટવાં વાળાં ઘણાં બાહોશ છે એમ સમજી લેવું.) ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ બજેટનાં પહેલાં ત્રીસ વર્ષોમાં ક્યારેય નહોતો સંભળાયો, એની શરૂઆત નેવુંના દાયકામાં થઇ હતી તો એંશીનાં દાયકા સુધી સ્ત્રીઓનો ઉલ્લેખ બજેટમાં નહોતો થતો. ડિજીટલ શબ્દ પહેલીવાર ૧૯૮૨-૮૩ દરમિયાન બજેટમાં એક વાર વપરાયો હતો અને એ જ શબ્દ ૨૦૧૬-૧૭નાં બજેટમાં સાત વાર વપરાયો હતો. પ્રણબ મુખર્જીએ ૨૦૧૨ની સાલમાં બજેટની કેટલીક આકરી નિતીઓની જાહેરાત કરતી વખતે શેક્સપિયરની ‘આઇ મસ્ટ બી ક્રુઅલ ટુ બી કાઇન્ડ’ ઉક્તિ ટાંકી હતી, જે ‘હેમલેટ’ નાટકની છે.

બજેટનું કામ ખૂબ ટેન્શન વાળું હોય એ તો સ્વાભાવિક જ છે. પરંતુ એની સાથે પણ કેટલીક મિજલસોની પ્રથા જોડાયેલી છે. દિલ્લીનાં નોર્થ બ્લૉકમાં બજેટ સાથે કોઇ દંતકથાની માફક ‘હલવા સેરિમની’ જોડાયેલી છે. આ હલવો તમામ સરકારી અધિકારીઓમાં વહેંચવામાં આવે છે અને એ બનાવવાનું કામ પણ મંત્રીનું જ હોય છે. પહેલાં હલવો ખવાય છે અને પછી બજેટ સાથે જોડાયેલાં તમામ અધિકારીઓને જાહેર ન કરાયેલાં એક રૂમમાં ‘પુરી’ દેવાય છે. એમની પાસે સેલફોન કે ઇન્ટરનેટની કોઇ જ સુવિધાઓ નથી હોતી. એક માત્ર ફોન હોય છે જેની પર ફોન રિસીવ થઇ શકે. નાણાં મંત્રી બજેટની રજુઆત કરવા માટે સજ્જ થાય ત્યારે જ આ તમામ અધિકારીઓને બહાર આવવાની છૂટ મળે છે.

budget 2020 nirmala sitharaman business news national news