કાર વીમો થયો મોંધો, આ દિવસથી વધશે થર્ડ પાર્ટી પ્રીમિયમ

06 June, 2019 07:15 PM IST  | 

કાર વીમો થયો મોંધો, આ દિવસથી વધશે થર્ડ પાર્ટી પ્રીમિયમ

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષે એપ્રિલમાં વધતા થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સમાં આ વર્ષે એપ્રિલમાં વધારો ન કરાતા થોડી રાહત થઈ હતી જો કે આખરે જૂનમાં આ વધારો કરવામાં આવ્યો છે. વીમા નિયમન IRDAIએ આ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ફાયનાન્સિયલ યર 2019-20ની નવી કિમતો 16 જૂનથી લાગુ થશે. IRDAI આ વર્ષે થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય પછી કારના થર્ડ પાર્ટી વીમા પોલીસી રિન્યૂ કરવવા માટે 12.5 ટકાનો વધારો ચુકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આ વધારો દર વર્ષે પ્રીમિયમ ભરનારા ઈન્સ્યોરન્સ હોલ્ડર માટે થશે જ્યારે એક થી વધુ વર્ષનું પ્રીમિયમ ભરનારા લોકો માટે કોઈ વધારો થશે નહી તેમણે વીમો લેવા માટે પહેલા જેટલી જ કિમત ચૂકવવાની રહેશે. આ સિવાય જે લોકો 1 સપ્ટેમ્બર 2018 પહેલા જેણે વાહનો ખરીદ્યા હશે તેમને પ્રીમિયમ ભરવાનું રહેશે. 1 સપ્ટેમ્બર 2018 પછી ખરીદાયેલા વાહનો પર 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવામાં આવે છે.

આ પણ વાંચો: 53 વર્ષ બાદ અઝીમ પ્રેમજીએ વિપ્રોને કહ્યું અલવિદા, પુત્રને બનાવ્યો ચૅરમેન

IRDAIએ તેના આદેશમાં કહ્યું છે કે, નાની ગાડીઓ કે જે 1,000 સીસી કરતા ઓછી સીસી ધરાવે છે તેવા કાર માલિકોએ નવા થર્ડ પાર્ટી વીમા પર 12 ટકા વધારો ભરવાનો રહેશે. પહેલા 1,000 સીસીની ગાડીઓને થર્ડ પાર્ટી માટે 1,850 રૂપિયા ચૂકવવાના હતા અને હવે 2,072 રુપિયા ચૂકવવાના રહેશે. 1,000 સીસીથી વધારે સીસીની ગાડીઓને 12.5 ટકા વધારો ચૂકવવાનો રહેશે. ટૂવ્હિલર્સમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

business news gujarati mid-day