સેકેન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ ભૂલ પડી શકે છે ભારે, રાખો ધ્યાન

23 October, 2019 09:25 PM IST  |  મુંબઈ ડેસ્ક

સેકેન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ ભૂલ પડી શકે છે ભારે, રાખો ધ્યાન

ભારતમાં આ સમયે સેકેન્ડ હેન્ડ કારની માર્કેટ ખૂબ જ મોટી થતી જાય છે અને એવામાં ગ્રાહકો દરેક મૉડેલની કાર સરળતાથી મળી જાય છે. જો તમે નવી કાર ન ખરીદી કરી શકો એવામાં સેકેન્ડ હેન્ડ કાર ખરીદવા વિશે વિચારે છે તો આજે અમે તમને જણાવીએ એવી વાતો, જે સેકેન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે હંમેશા ધ્યાનમાં રહેવી જોઇએ. સેકેન્ડ હેન્ડ કાર ખરીદવી નવી કાર ખરીદવાની તુલનામાં થોડું મુશ્કેલ કામ હોય છે, કારણ કે અહીં તમારે બધાં ફીચર્સ, કારની બૉડી અને એન્જિન વગેરે વિશે પોતે જ તપાસ કરવાની હોય છે.

બૉડીને ધ્યાનથી જોવું
સેકેન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે કારને બૉડીને ધ્યાનથી જોઇને ચેક કરવી જોઇએ, કારણકે કેટલીય વાર ડીલર જૂની થઈ ગયેલી ખરાબ કારને સાફ બતાવીને સેલ કરે છે તો એવામાં તમે તમારી કિંમત નક્કી કરતાં પહેલાં કારને સારી રીતે જોઇ લો અને પછી નક્કી કરો કે તમારે આ કાર જોઇએ છે કે નહીં.

એક્સીડેન્ટલ કાર છે કે નહીં
કાર ખરીદતાં પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો કે તે કારથી એક્સીડેન્ટ થયા છે કે નહીં જો તમે તમારી કિંમત યોગ્ય રીતે નક્કી કરી શકો છો, કારણકે એક્સીડેન્ટ કારને ડીલર ડેન્ટ-પેન્ટ કરીને નવા કરી દે છે અને સરળતાથી તેની તપાસ કરવું મુશ્કેલ બને છે.

ઇન્ટીરિયરની તપાસ
કારને બહારથી જોવા સિવાય તેની અંદરનું ઇન્ટીરિયર પણ સારી રીતે તપાસી લેવું કે કાર અંદરથી તો તૂટેલી નથી ને અને તેના બધાં ફિચર્સ જેમ કે મ્યૂઝિક સિસ્ટમ, લાઇટ્સ, એસી, હૉર્ન અને પાવર સ્ટીયરિંગ વગેરે બરાબર કામ કરે છે કે નહીં.

technology news tech news automobiles