બૅન્ક જવાની માથાકૂટ ઘટી! હવે ATMથી મફત થશે આ 8 કામ

06 May, 2019 03:16 PM IST  | 

બૅન્ક જવાની માથાકૂટ ઘટી! હવે ATMથી મફત થશે આ 8 કામ

પ્રતીકાત્મક તસવીર

ઘણીવાર લોકો પોતાના ATMનો ઉપયોગ પૈસા કાઢવા માટે અથવા તો સેવિંગ એકાઉન્ટની બેલેન્સ જાણવા માટે કરતાં હોય છે, પણ હવે બેન્ક ATMની મદદથી પોતાના ગ્રાહકોને કેટલીય એવી સર્વિસ આપે છે જેની માટે પહેલા લોકોને બેન્ક બ્રાન્ચમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. તમને જણાવીએ કે હવે તમે બેન્કની એફડી, ટેક્સ ડિપૉઝિટ મોબાઇલ રિચાર્જ સહિત કેટલાય એવા કામ છે જે બેન્ક ગયા વગર જ કરી શકો છો.

1. ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા : તમે ATMની મદદથી એફડી એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો. તમારે ફક્ત મેન્યુમાં જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. જેમાં તમને ડિપોઝિટનો સમય, રકમ અને પછી કન્ફર્મ કરવાનો ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.

2. ટેક્સ પેમેન્ટ : દેશની કેટલીય મોટી બેન્કો ATMની મદદથી ઇન્કમટેક્સ ચૂકવવાની સુવિધા આપે છે. જેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ અને રેગ્યુલર અસેસમેન્ટ પછી પણ ચૂકવવામાં આવતાં ટેક્સ સામેલ છે. જોકે ATMની મદદથી ટેક્સ પેમેન્ટ કરવા માટે પહેલા તમારે બેન્કની વેબસાઇટ અથવા બ્રાન્ચમાં જઇને આ સુવિધા માટે રજિસ્ટર કરાવવાની જરૂર છે. પછીથી તમે ATMની મદદથી ટેક્સ પેમેન્ટ કરી શકો છો.

અકાઉન્ટમાંથી પૈસા કપાયા પછી એટીએમ તમને એક સીઆઇએન નંબર શેર કરશે. જેના 24 કલાક પછી તમે તમારી બેન્કની વેબસાઇટ વિઝિટ કરી શકો છો જ્યાંથી તમે સીઆઇઅન નંબરનો ઉપયોગ કરીને ચલાન પ્રિન્ટ કરી શકો છો.

3. બાજુમાંના ATMમાં કરો કેશ ડિપોઝિટ : કેટલીય મોટી સરકારી બેન્કમાં હવે કેશ ડિપોઝિટ મશીન લગાડી દેવામાં આવ્યા છે. જેમાં તમે એકવારે 49000 રૂપિયા જમા કરી શકો છો. આ મશીનમાં 2000, 500, 100 અને 50 રૂપિયાની નોટ જમા કરી શકો છો.

4. ઇન્શ્યોરન્સ (વીમા) પૉલિસીના પૈસા પણ ભરી શકો છો : એલઆઇસી(LIC), એચડીએફસી(HDFC) લાઇફ અને, (SBI)લાઇફ જેવી વીમાં કંપનીઓએ બેન્ક સાથે કરાર કર્યા છે કે જેનાથી આ ગ્રાહકોને ATM દ્વારા પ્રીમિયમ પેમેન્ટ કરી શકે. જેની માટે તમારે તમારી પૉલિસી નંબર તૈયાર રાખવાની જરૂર છે. ATMના બિલ પે ઑપ્શનમાં વીમા કંપનીનું નામ સિલેક્ટ કરવું. ત્યાર પછી પૉલિસી નંબર એન્ટર કર્યા બાદ જન્મદિવસ અને મોબાઇલ નંબર નાંખવો. ત્યાર પછી પ્રીમિયમની રકમ નાંખી અને કન્ફર્મ કરવું.

5. લોન માટે કરો અપ્લાય : નાની રકમની પર્સનલ લોન માટે તમે ATMથી જ અપ્લાઇ કરી શકો છો. જેની માટે તમારે ફોન બેન્કિંગ અથવા બેન્ક બ્રાન્ચ સુધી જવાની જરૂર નથી. કેટલાય પ્રાઇવેટ બેન્ક ATMની મદદથી પોતાના ગ્રાહકોને પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોન ઑફર કરે છે. આ ATM દ્વારા કાઢી શકાય છે અને લોનની રકમની ગણતરી એડવાન્સ એનાલિટીક્સ દ્વારા થાય છે. જેની માટે ગ્રાહકને ટ્રાન્જેક્શન ડિટેલ, અકાઉન્ટ બેલેન્સ, સેલરીની રકમ અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડના રીપમેન્ટનો રેકૉર્ડ જોવાય છે.

6. કેશ ટ્રાન્સફર : જો તમે નેટબેન્કિંગનો ઉપયોગ નથી કરતાં તો ATMની મદદથી પોતાના અકાઉન્ટમાંથી બીજાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કે આ માટે તમારે ઑનલાઇન કે બ્રાન્ચમાં જઇને તે અકાઉન્ટ રજિસ્ટર કરાવવું પડશે, જે અકાઉન્ટમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા છે. એકવાર ATMથી 40000 જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. એક દિવસમાં તમે કેટલીય વાર રકમ ટ્રાન્સફર કરી શકો છો.

7. કરો બિલનું પેમેન્ટ : ટેલિફોન, વિજળી, ગેસ કે અન્ય બિલનું પેમેન્ટ ATMની મદદથી થઇ શકે છે. જો કે બિલ પેમેન્ટ પહેલા તમારે બેન્કની વેબસાઇટ પર પોતાને રજિસ્ટર કરાવવું પડશે.

આ પણ વાંચો : આ સમયે સ્ટૉક્સમાં રોકાણ કરવામાં અત્યંત કાળજી રાખવાની જરૂર છે

8. ટ્રેન ટિકિટ પણ કરી શકો છો બુક : દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI રેલવેની બિલ્ડિંગમાં આવેલ ATMની મદદથી ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. જો કે આ સુવિધા હેઠળ માત્ર દૂરના પ્રવાસની રિઝર્વેશન ટિકિટની જ બુકિંગ થઇ શકે છે.

state bank of india