આજે પ્રજાસત્તાક દિવસ માટે બંધ રહેશે માર્કેટ, આ છે આ વર્ષની રજાઓની સૂચિ

26 January, 2021 09:35 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે પ્રજાસત્તાક દિવસ માટે બંધ રહેશે માર્કેટ, આ છે આ વર્ષની રજાઓની સૂચિ

બીએસઈ

આજે દેશ પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે, મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કોઈ વેપાર થશે નહીં. ગણતંત્ર દિવસ નિમિત્તે કરવન્સી, દેવું અને ઈક્વિટી માર્કેટમાં કોઈપણ પ્રકારનો વેપાર થશે નહીં. હવે તમે બુધવારે નાણાકીય બજારોમાં વેપાર કરી શકશો. હાલ વર્ષનો પહેલો મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોને આ વાતની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ કે આ વર્ષે શૅર બજારોમાં કઈ તારીખે વેપાર નહીં થાય. દેશના બન્ને પ્રમુખ સ્ટૉક એક્સચેન્જના આંકડા અનુસાર 2021માં શનિવાર અને રવિવાર સિવાય કુલ 14 દિવસ ટ્રેડિંગ નહીં થાય.

બીએસઈ, એનએસઈ પર વેપાર આ તારીખે થશે નહીં

- 26 જાન્યુઆરી (મંગળવારે) : પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શેર બજારોમાં કોઈ વેપાર થશે નહીં.

- 11 માર્ચ (ગુરૂવાર) : મહાશિવરાત્રી નિમિત્તે શૅર બજારોમાં કોઈ વેપાર થશે નહીં.

- 29 માર્ચ (સોમવાર) : હોળી નિમિત્તે શૅર બજારો બંધ રહેશે.

- 2 એપ્રિલ (શુક્રવાર) : ગુડ ફ્રાઈડે નિમિત્તે ઘરેલું સ્ટોક એક્સચેન્જમાં કોઈ વેપાર થશે નહીં.

- 14 એપ્રિલ (બુધવાર) : બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઘરેલું સ્ટોક બજારો બંધ રહેશે.

- 21 એપ્રિલ (બુધવાર) : રામનવમીના અવસરે સ્ટોક એક્સચેન્જમાં કોઈ વેપાર થશે નહીં.

- 13 મે (ગુરૂવાર) : ઈદ-ઉલ-ફિતર નિમિત્તે સ્ટોક એક્સચેંજમાં કોઈ ટ્રેડિંગ પ્રવૃત્તિ રહેશે નહીં.

- 21 જૂલાઈ (બુધવાર) : બકરી ઈદ પ્રસંગે શૅર બજારો બંધ રહેશે.

- 19 ઑગસ્ટ (ગુરૂવાર) : મોહરમ નિમિત્તે ઘરેલુ શેર બજારોમાં કોઈ વેપાર થશે નહીં.

- 10 સપ્ટેમ્બર (શુક્રવાર) : ગણેશ ચતુર્થી નિમિત્તે શૅર બજારમાં કોઈપણ પ્રકારનો કારોબાર થશે નહીં.

- 15 ઑક્ટોબર (શુક્રવાર) : દશેરા નિમિત્તે સ્ટૉક એક્સચેન્જ બંધ રહેશે.

- 4 નવેમ્બર (ગુરૂવાર) : દિવાળી નિમિત્તે આમ તો દિવસભર શૅર બજારમાં કોઈ વેપાર થશે નહીં, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે.

- 5 નવેમ્બર (શુક્રવાર) : દિવાળી બલિપ્રતપદા નિમિત્તે શૅર બજાર બંધ રહશે.

- 19 નવેમ્બર (શુક્રવાર) : ગુરુ નાનક જયંતિ નિમિત્તે ઘરેલુ શેર બજારોમાં કોઈ વેપાર થશે નહીં.

bombay stock exchange national stock exchange business news sensex nifty