Share Market: સપ્તાહના પહેલા કારોબારી દિવસે વધારા સાથે માર્કેટની શરૂઆત

14 September, 2020 09:39 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: સપ્તાહના પહેલા કારોબારી દિવસે વધારા સાથે માર્કેટની શરૂઆત

ભારતીય શૅર માર્કેટ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. સોમવારે BSE 318.41 અંક ઉપર 39,172.96 પર અને નિફ્ટી 81.75 અંક ઉપર 11,546.20 પર ખુલ્યું છે. નિફ્ટીના 45 શૅર લીલા નિશાનમાં છે, જ્યારે 5 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા કારોબારી દિવસે ઘરેલૂ બજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 0.04 ટકાના વધારા સાથે 14.23 અંક ઉપર 38854.55ના સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 0.13 ટકાના વધારા સાથે 11464.45ના સ્તર પર બંધ થયું હતું.

સેન્સેક્સના શૅરોમાં HCLTECH, RELIANCE, TATASTEEL, INDUSINDBK, HDFCBANK, HDFCના શૅર લીલા નિશાનમાં ખુલ્યું છે. જ્યારે HINDUNILVR, ASIANPAINT, BAJFINANCE, MARUTI અને NESTLEINDના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

દિગ્ગજ શૅરોમાં આજે એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ઓએનજીસી અને એનટીપીસીના શૅર લીલા નિશાન પર ખુલ્યું. તેમ જ બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શૅર લાલ નિશાનમાં ખુલ્યું. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે પણ સેક્ટર્સની શરૂઆત લીલા નિશાન પર થઈ. એમાં રિયલ્ટી, મેટલ, ઑટો, એફએમસીજી, પીએસયૂ બેન્ક, ફાર્મા, આઈટી, મીડિયા, ફાઈનાન્સ સર્વિસિઝ, બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.

bombay stock exchange national stock exchange sensex nifty business news