દેશમાં સોયાબીનનું ઉત્પાદન નવ લાખ ટન વધશે : સોપા

04 November, 2014 05:13 AM IST  | 

દેશમાં સોયાબીનનું ઉત્પાદન નવ લાખ ટન વધશે : સોપા


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

સોપાના પ્રમુખ દેવીશ જૈને જણાવ્યું હતું કે ‘દેશમાં સોયાબીનનું સરેરાશ પ્રતિ હેક્ટર ઉત્પાદન ચાલુ વર્ષે ૨૧.૭૦ ટકા વધ્યું છે. ગયા વર્ષે ૭૮૮ કિલો પ્રતિ હેક્ટર ઉતારો હતો, જે ચાલુ વર્ષે વધીને ૯૫૯ લાખ ટને પહોંચ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશમાં સોયાબીનના ઉતારામાં ૩૯ ટકાનો વધારો થયો હતો. વાવેતર વિસ્તાર ૧૧.૪૦ ટકા ઘટ્યો છે.


મધ્ય પ્રદેશમાં ગયા વર્ષે છેલ્લે-છેલ્લે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ઉતારામાં મોટી અસર પહોંચી હતી એને કારણે સરેરાશ ઉત્પાદન ઘટયું હતું. એની સામે ચાલુ વર્ષે વાવેતર મોડું થયું છે, પરંતુ અત્યાર સુધીના પાકની સ્થિતિ સારી હોવાથી ઉત્પાદન વધશે.