ડિસેમ્બર ક્વૉર્ટર અંતે ટીસીએસ ચોખ્ખો નફો ૨૪.૧૦ ટકા વધીને ૮૧૦૫ કરોડ રૂપિ

12 January, 2019 09:21 AM IST  | 

ડિસેમ્બર ક્વૉર્ટર અંતે ટીસીએસ ચોખ્ખો નફો ૨૪.૧૦ ટકા વધીને ૮૧૦૫ કરોડ રૂપિ

દેશની સૌથી મોટી IT કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ડિસેમ્બર અંતેના ક્વૉર્ટરની કામગીરી જાહેર કરી છે, જે મુજબ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના ૬૫૩૧ કરોડથી ૨૪.૧ ટકા વધીને ૮૧૦૫ કરોડ રૂપિયા થયો છે. ક્વૉર્ટર દરમ્યાન આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૨૦.૮૦ ટકા વધીને ૩૭,૩૩૮ કરોડ થઈ છે એમ કંપનીએ બીએસઈ કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપનીએ ઇક્વિટી શૅરદીઠ ચાર રૂપિયાનું ત્રીજું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

અમારી આવક મુખ્ય વર્ટિકલ્સની વૃદ્ધિને પરિણામે વર્ષ ૨૦૧૮માં ૧૨.૧ ટકા વધી છે જે છેલ્લાં ૧૪ ક્વૉર્ટરમાં સૌથી અધિક છે એમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને કહ્યું હતું.

મજબૂત ક્લાયન્ટ્સ મેટ્રિક્સ, ડિજિટલ સર્વિસિસ ઉદ્યોગનો વિકાસ, મજબૂત ઑર્ડર બુક અને જે રીતનાં ડીલ્સ પાઇપલાઇન્સમાં છે એ દર્શાવે છે કે ગ્રાહકો ટીસીએસ વિભિન્ન ક્ષમતાઓને પિછાણે છે એમ તેમણે ઉમેર્યું હતું.

આવકમાં ૩૦.૧ ટકા હિસ્સો ડિજિટલ સર્વિસિસનો રહ્યો હતો જેમાં યર ઑન યર ધોરણે ૫૨.૭ ટકાનો વધારો થયો છે.

કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર વી. રામકૃષ્ણે કહ્યું હતું કે ‘રૂપિયાની વૉલેટિલિટી અને મોટા ભાગની બજારોમાં વેપાર કરવાના ખર્ચમાં થયેલા વધારા છતાં કંપનીનું ઑપરેટિંગ માર્જિન જળવાઈ રહ્યું છે.’

આ પણ વાંચોઃ ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ, બૅન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાનું કહેવાશે

ક્વૉર્ટર દરમ્યાન વ્ઘ્લ્ના કર્મચારીઓમાં ૬૮૨૭ કર્મચારીઓનો વધારો થયો હતો એ સાથે કર્મચારીઓની કુલ સંખ્યા ૪,૧૭,૯૨૯ થઈ છે.