ટીસીએસ એકલીનો દેખાવ સરસ, પણ સબસિડિયરીઓ સાથે ઝાંખો પડ્યો

18 October, 2011 09:12 PM IST  | 

ટીસીએસ એકલીનો દેખાવ સરસ, પણ સબસિડિયરીઓ સાથે ઝાંખો પડ્યો

(કનુ જે. દવે)

મુંબઈ, તા. ૧૮

આમ ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ગ્રોથ માત્ર ૨.૪૭ ટકા જ થયો હતો. જોકે નેટ રેવન્યુમાં ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ધોરણે ૭.૭૫ ટકાનો વધારો થતાં એ ૧૧,૬૩૩ કરોડ (૧૦,૭૯૭ કરોડ) રૂપિયાનું થયું હતું. બજાર ૧૧,૭૫૦ કરોડના નેટ રેવન્યુની ધારણા રાખતું હતું. આ પરિણામો કંપનીની તમામ સબસિડિયરી કંપનીઓનાં રિઝલ્ટના સમાવેશ સાથે કન્સોલિડેટેડ પરિણામો હતાં.

સ્ટૅન્ડઅલોન એટલે કે માત્ર ટીસીએસનાં જ પરિણામ જોઈએ તો કંપનીનું નેટ સેલ્સ સપ્ટેમ્બર ૨૦૧૧ ક્વૉર્ટરમાં ૯૩૨૯ કરોડ રૂપિયા થયું હતું, જે ક્યુઓક્યુ (ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર) ધોરણે ૮.૩૧ ટકા અને વાયઓવાય (યર ઑન યર) ધોરણે ૨૮.૩૭ ટકાનો વધારો સૂચવતું હતું. નેટ પ્રૉફિટ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧૮૭ કરોડ રૂપિયાનો થતાં એ ૫૪.૫૩ ટકા ક્યુઓક્યુ તો ૭૫.૮૩ ટકાનો વાયઓવાય વધારો સૂચવતો હતો.

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનું ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન સપ્ટેમ્બર ૨૦૧૦ના ક્વૉર્ટરલી ગાળાનાં ૩૧.૧૨ની સામે ૪૩.૭૪ ટકાનું રહ્યું હતું. જૂન ૨૦૧૧ના ક્વૉર્ટરના ૩૧.૨૫ ટકાની સામે પણ એ સારો ક્યુઓક્યુ ગ્રોથ દેખાડતું હતું. એ જ રીતે નેટ પ્રૉફિટ માર્જિન સપ્ટેમ્બર ૨૦૧૧ ક્વૉર્ટરમાં ૩૪.૧૬ ટકા, જૂન ૨૦૧૧ ક્વૉર્ટરમાં ૨૩.૯૪ ટકા અને સપ્ટેમ્બર ૨૦૧૦ ક્વૉર્ટરમાં ૨૪.૯૪ ટકા રહેતાં કંપનીનો આ ફ્રન્ટ પર પણ દેખાવ સારો રહ્યો હતો. કન્સોલિડેટેડ ધોરણે સબસિડિયરી કંપનીઓનો સમાવેશ કરીને માર્જિન ગણતાં ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન ૯૪ બેસિસ પૉઇન્ટ વધીને ૨૭.૧ ટકાનું થયું પણ નેટ પ્રૉફિટ માર્જિન ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ધોરણે ૧૦૭ બેસિસ પૉઇન્ટ ઘટીને ૨૧ ટકા થતાં ઑપરેટિંગ સિવાયના ખર્ચાઓનું દબાણ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વધ્યું હોવાનું માની શકાય.

કંપનીએ શૅરદીઠ ત્રણ રૂપિયાના ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. એ માટે ૨૯મી ઑક્ટોબરની રેકૉર્ડ ડેટ નક્કી કરાઈ હતી. અને પેમેન્ટ ૧૧મી નવેમ્બરે થશે એમ જણાવાયું હતું.

બીજા ક્વૉર્ટરલી ગાળામાં નવા કર્મચારીઓની ગ્રોસ ભરતી ૨૦,૩૪૯નો આંકડો દર્શાવતી હતી. જોકે એટ્રિશનના હિસાબે અમુક કર્મચારીઓ કંપની છોડી જતાં નેટ ધોરણે એડિશન ૧૨,૫૮૦ જ ગણી શકાય. આ ક્વૉર્ટરમાં કંપનીએ ૩૫ નવા ક્લાયન્ટ્સ ઉર્મેયા હતા. કન્સોલિડિટેડ ધોરણે સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલ છ મહિનામાં નફો ૪૭૧૫ કરોડ થયો હતો, જે ૨૦૧૦ના છ મહિનામાં ૪૦૭૫ કરોડ રૂપિયા જેટલો હતો. રેવન્યુ છ મહિનામાં ૧૭,૫૦૩ કરોડ પરથી વધીને ૨૨,૪૩૦ કરોડ રૂપિયા થયું હતું.

શૅર ઘટવા કરતાં વધવાના સંજોગો સારા

પરિણામોની ઘોષણા બજાર બંધ થયા બાદ થઈ હતી. એ પૂર્વે શૅર ઘટીને ૧૧૧૧.૧૫ રૂપિયા થઈ ૧૧૧૯.૮૦ બંધ રહેતાં ૧.૩૦ ટકા ઘટ્યો હતો. સ્ટૅન્ડઅલોન ધોરણે સારો દેખાવ છે અને ટીસીએસે મધર કંપનીની જેમ સબસિડિયરીઓના નબળા દેખાવને કવર કરી કન્સોલિડેટેડ ધોરણે પણ પૉઝિટિવ રિઝલ્ટ આપ્યું છે એ જોતાં આ નંબર વન સૉફ્ટવેર એક્સર્પોટર કંપનીના શૅરનો ભાવ ત્રણ આંકડામાં જવા કરતાં ૧૧૫૫ ઉપર નીકળે તો ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા થવા માટેનાં સંજોગો બળવત્તર છે.