Coronavirus સામેની જંગમાં 500 કરોડ આપશે Tata Trusts,ટ્વીટમાં આપી માહિતી

28 March, 2020 07:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus સામેની જંગમાં 500 કરોડ આપશે Tata Trusts,ટ્વીટમાં આપી માહિતી

રતન તાતા

Tata Trustsએ કોરોના વાયરસ સામે લડવા 500 કરોડ આપવાની જાહેરાત કરી છે. Tata Trusts તરફથી શનિવારના જાહેર પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે કંપની તરફથી આપવામાં આવતાં આ ફંડનો ઉપયોગ સ્વાસ્થ્યકર્મીઓ માટે જરૂરી ઉપકરણ ખરીદવા, વધતાં કેસ પર શ્વસન તંત્ર સાથે જોડાયેલી પ્રણાલી, ટેસ્ટિંગ કિટ ખરીદવા જેવા કામો માટે કરવામાં આવશે.

Tata Trustsના ચૅરમેન રતન ચાચાએ કહ્યું કે, "Covid-19 સંકટથી લડવા માટે તાત્કાલિક સ્તર પર ઇમરજન્સિ રિસોર્સિસ તહેનાત કરવાની જરૂરિયાત છે."

રતન તાતાએ આ સંબંધે ટ્વીટ કરીને કહ્યું કે, "COVID-19 સંકટ મુશ્કેલ પડકારોમાંનો એક છે, જેનો સામનો આપણે બધાં કરી રહ્યા છીએ. Tata Trusts અને Tata groupની કંપનિઓ પૂર્વમાં પણ દેશની જરૂર માટે ઊભી છે. આ સમયની સૌથી મોટી જરૂરિયાત છે."

તાતાએ એક નિવેદનમાં કહ્યું છે કે "અમે બધાં સભ્ય સંગઠનોના દરેક વ્યક્તિ પ્રત્યે આભાર તેમજ સન્માન વ્યક્ત કરીએ છીએ, જે આ મહામારી સામે લડવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે." હાલ સરકારે કંપનીઓને પોતાના કૉર્પોરેટ
સોશિયલ રિસ્પૉન્સિબિલિટીઝ (CSR) ફંડને Covid-19 મહામારી સામે લડવા માટે ઉપયોગમાં લેવાની અનુમતિ આપી દીધી છે. આ પગલાંથી સ્થાનિક સમુદાયોને લાભ થવાની આશા છે, જ્યાં વિભિન્ન કારોબારી સમૂહો પોતાનો કારોબાર ચલાવે છે અને આ સંકટ સામે લડવા માટે રાજ્યો સાથે દેખાય છે. આ મહામારીને કારણે આર્થિક ગતિવિધિયોમાં બાધા આવી છે અને જનજીવન પર તેની ઘણી અસર જોવા મળે છે.

ratan tata tata business news coronavirus covid19