બદલાઈ જશે ટાટા ગ્રુપની આ કંપનીનુ નામ

19 April, 2019 09:11 PM IST  | 

બદલાઈ જશે ટાટા ગ્રુપની આ કંપનીનુ નામ

બદલાઈ જશે ટાટા ગ્રુપની આ કંપનીનુ નામ

ટાટા સ્ટીલની સહયોગી કંપની ટાટા સ્પાંજ આયરન લિમિટેડ તેની ઓફિસ બદલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની ઓફિસ ઓડિશા થી કોલકાતા લાવવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપે નેનો કારની યોજનાને લઈને થયેલી દૂરીને ભુલાવીને રાજ્ય સરકારની નજીક જઈ રહ્યા છે. કંપનીએ નામ ટાટા સ્ટીલ લાંગ પ્રોડક્ટ્સ લિમિટેડ કરવાની વાત પણ કરી છે. ઉદ્યોગ ક્ષેત્રને જાણનારા લોકસભા ચૂંટણી દરમિયાન આ રીતને જાહેરાતને મમતા બેનર્જી સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

બોર્ડ ઓફ ડિરેકટર્સે આપી મંજૂરી

મુખ્ય પ્રધાન મમતા બેનર્જી છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળને ઈન્વેસ્ટ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જાહેર કરતા આવ્યા છે. ટાટા સ્પાંજ આયરને શૅર બજારને જણાવ્યું છે કે ડિરેક્ટર્સે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસને પશ્ચિમ બંગાળ લાવવાની પરવાનગી આપી દીધી છે. આ નિર્ણય કંપનીના શૅરધારકો અને નિયામકોની સ્વીકૃતિ પછી મેળવ્યા બાદ જાહેર કરવામાં આવશે. ડિરેક્ટર્સે કંપનીનું નામ બદલીને ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ લિમિટેડ કરવાનો પ્રસ્તાવ પણ પાસ કર્યો છે.

 

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ કરી અલીબાબા અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારી

 

આ વર્ષે કંપનીની 36મી વાર્ષિક સામાન્ય બેઠક ક્યોઝરમાં 15 જુલાઈએ છે. આ કંપની પાસે અત્યારે વાર્ષિક 3,90,000 ટન સ્પાંજ લોખંડ તૈયાર કરવાની ક્ષમતા છે. આ સિવાય 26 મેગાવોટ ક્ષમતનું એક વિજળીધર લગાવી રાખ્યું છે જે કારખાનામાં બેકાર જનારી ઉષ્માનો ઉપયોગથી ચલાવવામાં આવે છે. ટાટા સ્પાંજ આયરને આ વર્ષે 1,049.70 કરોડનો કારોબાર કર્યો હતો.

ratan tata