તાતા મોટર્સ હવે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રની આગળ નીકળી ગઈ

03 August, 2012 06:12 AM IST  | 

તાતા મોટર્સ હવે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રની આગળ નીકળી ગઈ

પ્રથમ સ્થાને મારુતિ સુઝુકી ઇન્ડિયા અને બીજા ક્રમે હ્યુન્ડેઇ ઇન્ડિયા છે. જુલાઈ ૨૦૧૨માં તાતા મોટર્સનું પૅસેન્જર વાહનોનું વેચાણ ૨૬,૨૪૦ નંગ જેટલું થયું છે, જે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કરતાં વધારે છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વેચાણ ૨૨,૦૧૧ નંગ થયું છે એટલે હવે તાતા મોટર્સ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

 

એપ્રિલ-જુલાઈ ૨૦૧૨ દરમ્યાન પણ તાતા મોટર્સનું કુલ વેચાણ ૮૬,૬૭૯ નંગ જેટલું રહ્યું છે, જે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કરતાં વધારે છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું આ સમયગાળામાં પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ૮૩,૫૧૫ નંગ થયું છે.

એપ્રિલ-જૂન ૨૦૧૨ દરમ્યાનના ત્રણ મહિનાના સમયગાળામાં સૌપ્રથમ વાર મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વેચાણ તાતા મોટર્સ કરતાં વધારે થયું હતું.

આ સમયગાળામાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વેચાણ ૬૧,૫૦૪ નંગ અને તાતા મોટર્સનું ૬૦,૪૦૫ નંગ થયું હતું.

ટીવીએસ મોટર કંપનીનું વેચાણ ૧૫ ટકા ઘટ્યું

ટીવીએસ મોટર કંપનીનું કુલ વેચાણ જુલાઈ ૨૦૧૨માં ૧૫ ટકા ઘટીને ૧,૬૧,૨૫૫ વાહનો જેટલું થયું છે, જે જુલાઈ ૨૦૧૧માં ૧,૮૯,૯૬૨ વાહનો જેટલું હતું. ટૂ-વ્હીલર્સનું વેચાણ ૧,૮૬,૬૭૨ નંગથી ૧૫ ટકા ઘટીને ૧,૫૭,૯૫૪ નંગ થયું છે. સ્થાનિક વેચાણ ૧,૬૦,૩૪૮ નંગથી ૧૨ ટકા ઘટીને ૧,૪૦,૮૨૨ નંગ થયું છે.

બાઇક્સનું વેચાણ ૭૦,૧૭૦ નંગથી ૨૪ ટકા ઘટીને ૫૩,૩૫૫ નંગ અને સ્કૂટર્સનું ૪૯,૩૩૩ નંગથી ૧૭ ટકા ઘટીને ૪૦,૮૯૫ નંગ થયું છે. કુલ નિકાસ ૨૮,૫૪૨ નંગથી ૩૩ ટકા ઘટીને ૧૯,૧૮૨ નંગ થઈ છે. ટૂ-વ્હીલર્સની એક્સર્પોટ ૨૬,૩૨૪ નંગથી ૩૫ ટકા ઘટીને ૧૭,૧૩૨ નંગ થઈ છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ ૩૨૯૦ નંગથી માત્ર ૦.૩૩ ટકા વધીને ૩૩૦૧ નંગ થયું છે.